ISRO જાસૂસી કેસમાં વૈજ્ઞાનિક નામ્બી નારાયણનને કથિત રીતે ફસાવવાના કેસમાં ચાર આરોપીઓને આગોતરા જામીન આપવાનો કેરળ હાઈકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટને જામીન અરજી પર ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. તેમજ પાંચ સપ્તાહ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવશે નહીં. નામ્બી નારાયણનને 1994ના ISRO જાસૂસી કેસમાં કથિત રીતે ફસાવવામાં આવ્યો હતો. બાદમાં તેની સામેના તમામ આરોપો ખોટા સાબિત થયા અને તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.