સુરત શહેરના નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં ગતરોજ એક દિવસના નવજાત શિશુને માતા-પિતા બંને મૂકીને જતા રહેતા હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલિક ખોટોદરા પોલીસને જાણ કરતા પોલીસ પણ બાળકના માતા-પિતાની શોધખોળમાં લાગી ગયું હતું. ખોટોદરા પોલીસે MLC મારફતે માતા પિતા નો એડ્રેસ મેળવી માતા-પિતા મૂળ તાપી જિલ્લાના ઉછલના રહેવાસી હતા. પોલીસે ઉચ્છલ પોલીસની મદદથી માતા-પિતાને શોધી નવી સિવિલ હોસ્પિટલ પરત લાવ્યા હતા.

આ મામલે ખટોદરા પોલીસના પીએસઆઇ મનીષ રાઠોડ એ જણાવ્યુંકે, આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ દંપતી થોડા સમયે પેહલા જ નોકરીની શોધમાં કામરેજ આવ્યા હતા. તે સમયે પત્ની ગર્ભવતી હતી. અને તેમનું બુધવારે રાતે જ કામરેજ સેંટર ખાતે પ્રસુતી થઇ હતી.પરંતુ ત્યારે નવજાત શિશુની તબિયત સારી ન હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે તેઓના પતિ સતીશ વસાવા પૈસાની વ્યવસ્થા કરવા માટે ગામ જતા રહ્યા હતા અને તેમની પત્ની રેણુકાબેન સ્વસ્થ થતા પતિની શોધમાં ગામ જતા રહ્યા હતા. હાલ તો આ બંને પતિ-પત્નીને ફરી સિવિલ હોસ્પિટલ લાવામાં આવ્યો છે.બાળકની સારવાર હોસ્પિટલના NICU વોર્ડમાં ચાલી રહી છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)




