Published By : Disha PJB
સુરત પોલીસ અવરનવર કોઈને કોઈ વાતે વિવાદમાં આવતી હોઈ છે. ત્યારે ફરી એક વખત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના સર્વલેન્સ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભારતસિંહ અને ભવનસિંહ દ્વારા ગઈકાલે તેમના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે લોકોને ધાકધમકીથી ભગાડતો વિડીયો સામે આવ્યો છે, ત્યારે આ રીતે પોલીસની દબંગગીરી જોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક બાજુ સુરત પોલીસ શાંતિ અને સલામતીની વાતો કરે છે ત્યારે તેનાથી વિપરીત શહેર પોલીસની દબંગગીરીનો વિડિઓ સામે આવ્યો છે જે અનેક સવાલો ખડા કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનામાં સુરત પોલીસના દબંગગીરીના આવા 4 વિડિયો સામે આવી ચુક્યા છે. ત્યારે આજરોજ ફરી પાછો રાંદેર પોલીસ સ્ટેશનના સર્વલેન્સ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો લોકોને ડરવાતો અને ભગાવતો વિડીયો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસ કમિશનર દ્વારા બન્ને પોલીસ કર્મચારીઓ ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે.




