Published by : Rana Kajal
સુરત શહેરમાં દિવસે દિવસે જે રીતે ગુન્હાખોરી વધી રહી છે તે જ રીતે શહેરમાં ડ્રગ્સનો મામલો પણ બહાર આવી રહ્યો છે. શહેર પોલીસ દ્વારા સતત ડ્રગ્સ પકડવામાં આવી રહ્યુ છે. તેજ રીતે આજરોજ ફરી સુરતમાંથી પોલીસે ડ્રગ્સ અભિયાન હેઠળ સારોલી પોલીસ સ્ટેશનના સર્વલેન્સ સ્ટાફ દ્વારા બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ ઉપરથી મધ્યપ્રદેશના ઇન્દોરથી ચરસ લઈને આવતા ફૈઝલ ખાનની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે આ યુવક પાસેથી 475 ગ્રામ ચરસ જેની કિંમત રૂપિયા 8000 છે. તે ઉપરાંત આરોપી પાસેથી રૂપિયા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 79250 મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પોલીસે હાલ ઇન્દોરના જાવેદ નામના યુવકે ચરસનો જથ્થો સુરતના યાસીન નામના વ્યક્તિને મોકલ્યો હતો. હાલ પોલીસે મોકલનાર અને મંગાવનાર આ બંને વિરુદ્ધ એડીપીસની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત પોલીસ દ્વારા ગતરોજ સરથાણા પોલીસ દ્વારા ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ સુરતમાં SOG પોલીસે પણ રાજસ્થાનથી ગાંજાના બે મુખ્ય વોન્ટેડ આરોપીઓની પણ ધરપકડ કરી છે. જે રીતે સુરત પોલીસ દ્વારા રોજબરોજ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો છે.જોકે આ બધી ઘટનાથી એટલું અનુમાન લગાવી શકાય છે કે, શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની માંગ પણ વધી રહી છે.નવ યુવાધન આવા નશામાં બરબાદ થઈ રહ્યા છે. અને નશાનો કારોબાર કરનાર લોકો પોલીસના ડર વગર પણ નશાનો કારોબાર કરી રહ્યા છે. જોકે સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ અભિયાન હેઠળ રોજબરોજ આવા નશાના કારોબાર સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી રહી છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)