Published By : Disha PJB
સુરત રેલવે સ્ટેશન પર ચાલતી એક્સપ્રેસમાં ટ્રેનમાં ચડતી વખતે પ્રવાસીએ સંતુલન ગુમાવતા પ્લેફોર્મના ગેપમાં પડી ગયો હતો. પ્રવાસી પડી જતાં આશરે 10 મીટર સુધી ખેંચાઈ ગયો હતો. આ ઘટનાને જોતા જ પ્લેટફોર્મ પર ઉભેલા RPF જવાને સતર્કતા દાખવીને પ્રવાસીનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના 29મી મેના રોજ સામે આવી હતી. RPF જવાન સી.ટી.બાલકર સવારે 06:00થી બપોરે 02:00 સુધી પ્લેટફોર્મ નંબર 01, સુરત ખાતે બંદોબસ્ત ડ્યુટી પર તૈનાત હતા. પ્લેટફોર્મ નંબર 01 ના પેટ્રોલિંગ દરમિયાન, તેમને ટ્રેન નંબર 01ના પેસેન્જર પ્રાગ અશોક કુમારને જોયો, જે ચાલતી ટ્રેનમાં ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જે દરમિયાન તે ટ્રેનની સાથે 10 મીટર સુધી ખેંચાયો હતો. પરંતુ સતર્ક આરપીએફ જવાન સીટી બાલકરે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ગેપમાંથી બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો. જ્યારે યાત્રીને RPF જવાને પડતાં જોયો ત્યારે તે દોડીને યાત્રી પાસે પહોંચી ગયો હતો એટલું જ નહીં RPF જવાનને દોડતા જોઈ પ્લેટફોર્મ પર હાજર યાત્રીઓ પણ ત્યાં એકત્રિત થઈ ગયા હતા. જો RPF જવાને સમય સૂચકતા અને સતર્કતા નહીં બતાવી હોત તો યાત્રીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 30 એપ્રિલના રોજ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર વડનગર એક્સપ્રેસમાં ચડતી વખતે પ્રવાસીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે ગાબડામાં પડી ગયો હતો, પરંતુ સતર્ક RPF જવાને સમયસર પ્રવાસીનો જીવ બચાવ્યો હતો.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.