Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસુરત : રખડતા શ્વાનનો આતંક યથાવત ! 22 વર્ષીય યુવકને પીઠી ચોળી...

સુરત : રખડતા શ્વાનનો આતંક યથાવત ! 22 વર્ષીય યુવકને પીઠી ચોળી અને કૂતરાએ બચકા ભર્યા, લગ્ન કરવા જતાં પહેલા વરરાજા નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા.

Published By : Disha PJB

સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. આજરોજ સુરતના અમરોલી વિસ્તારમાં 22 વર્ષીય યુવકના આજરોજ લગ્ન છે જેથી તેમને પીઠી ચોળવામાં આવી અને ત્યાંજ અચાનક એક કૂતરાએ તેમને બચકા ભરતા લગ્ન કરવા જતાં પહેલા તેઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

તે ઉપરાંત ત્યાંજ 50 વર્ષીય રવિ વિઠ્ઠલભાઈ મોગરે જેઓ શહેરના પાંડેસરાના આશાપુરી સોસાયટીમાં રહે છે. જેઓ કેટરિંગનું કામ કરે છે. તેઓ આજરોજ સાવરે કામ માટે બહાર જઈ રહ્યા હતા ત્યારે જ તેમને ત્રણથી ચાર કુતરાઓ એક સાથે તેમના પગના થાપાના ભાગે એવી રીતે બચકા ભર્યા કે તેમની માસપેસીઓ બહાર આવી ગઈ હતી. તેઓએ બુમાબુમ કરતા સ્થાનિકો આવી ગયા હતા. યુવકને સારવાર અર્થે ઓટોરીક્ષામાં જ નવી સિવિલ હોસ્પિટલ લાવામાં આવ્યો હતો.

તો આવો જાણો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં કેટલા કેસ આવ્યા અને રોજના કેટલા કેસ આવી રહ્યા છે અને આ પ્રકારના કેસમાં કયા પ્રકારે લોકોને ઇન્જેક્શન આપવામાં આવે છે?

આ બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં એઆરવી વેક્સિનેશન ક્લિનિક કાર્યરત છે. અને તે ક્લિનિકના આંકડા જોતા રોજના 30 થી 40 એઆરવી વેક્સિનેશનના કેસ આવે છે. અને એમાં છેલ્લા એક વર્ષના આંકડાઓ જોવા જઈએ તો 900 થી 1080 સુધીના આંકડાઓ સામે આવ્યા છે. અને તેમાં નવા કેસ જોવા જઈએ તો એમાં ડોગ બાઈટના કેસમાં વધારો થયો છે તેવું લાગતું નથી. ખાસ કરીને ડોગ બાઈટ કેસમાં એઆરવી વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. જો ડોગ બાઈટ કરે કાં તો એવી શંકા કોઈ પેશન્ટને હોય તો તેમણે તાત્કાલિક નજીકના હેલ્થ સેન્ટર કાં તો સરકારી હોસ્પિટલોમાં વેક્સિનેશન લેવી ખૂબ જ જરૂરી છે. અને આ વેક્સિનેશન સરકાર તરફથી મફત આપવામાં આવે છે.

વધુમાં જણાવ્યુંકે, હવે તો ડોગ બાઈટ કેસમાં પાંચ ઇન્જેક્શન આપવામાં આવે છે પરંતુ આ પહેલા 14 જેટલા ઇન્જેક્શન પેટમાં આપવામાં આવતા હતા.અને જે કોઈ વ્યક્તિને ડોગ બાઈટ હોય અને તે વ્યક્તિ જો
એઆરવી વેક્સિનેશન ન લે તો તેવા લોકોમાં 15 થી 90 દિવસમાં તેઓને હડકવા થઈ શકે તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. અને આવા કેસમાં ખાસ કરીને એક વખત એક વાર હડકવા થઈ ગયા બાદ તેનું આખી દુનિયામાં કોઈ ઈલાજ નથી. કે તેને બચાવી શકાય નહીં. એટલે આવા પ્રકારની બીમારી થાય તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને જો તમને ડોગ બાઈટ કરે તો ફરજિયાત પણે આ ઇન્જેક્શન લેવું ખૂબ જ જરૂરી છે. જેથી જિંદગી બચી શકે છે. ઇન્જેક્શનના કારણે કોઈનું મૃત્યુ થઈ હોય તેવું આજ દિન સુધી સામે આવ્યું નથી.

ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security