Published by : Rana Kajal
સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર પાસે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો 29 વર્ષીય કેતનભાઇ રમેશભાઈ ચૌહાણ જેઓ સાડીની દુકાનમાં કામ કરે છે. અને તેમને ગત 17 તારીખની રાતે 11 વાગ્યે વોટ્સએપ કોલ દ્વારા લોરેન્સ બ્રીસોઈ ગ્રુપ દ્વારા 5 લાખની ખંડણી માંગવામાં આવી પૈસા નહિ આપે તો 24 કલાકમાં હત્યા કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી તેમજ મોબાઈલ ઉપર એક મેસેજ પણ છોડવામાં આવ્યો હતો. જેને લઈને તેઓ ગભરાઈ જતા આ મામલે તેમણે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે IPC કલમ 387,507 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે વેપારી કેતનભાઇ ચૌહાણ જણાવ્યું કે, મને 16 તારીખે રાત્રે 11:00 વાગે કોલ આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, લોરેન્સ બિશ્નોઈમાંથી બોલું છું તો મેં કહ્યું કે, કોણ લોરેન્સ બિશ્નોઈ તેઓએ કહ્યું કે નથી જાણતા તમે મને મેં કીધું ના સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી હતી. મેં કીધું બોલો ત્યારે તેમણે કહ્યું કે, મને પાંચ લાખ રૂપિયા જોઈશે. ત્યારે મેં તેમને કહ્યું કે, પાંચ લાખ રૂપિયા હું ક્યાંથી આપું? હું તો નોકરી કરું છું. તો ફરી પાછી તેમણે જણાવ્યું કે પાંચ લાખ રૂપિયા જોઈશે નહીં તે તારું મર્ડર કરી નાખવામાં આવશે. આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો હતો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/77f8c186-493c-4737-8a21-8feaf750d254-1024x576.jpg)
વધુમાં જણાવ્યુંકે, ત્યારબાદ તેમણે whatsapp માં એક મેસેજ છોડ્યો હતો કે, લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સુખા સોપું ગ્રુપ લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ. ત્યારબાદ મેં આ ગ્રુપનું નામ google માં નાખીને જોયું હતું તો તરત બધી માહિતીઓ સામે આવી ગઈ હતી કે, સિદ્ધુ મુસેવાલા હત્યા કરનાર લોકો જ છે. ત્યારે હું થોડો ઘભરાઈ ગયો હતો. જેથી મેં પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં 17 તારીખે અરજીઓ આપી હતી અને 18 તારીખે પાકા પાયે ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.પરમારએ જણાવ્યું કે, આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી કેતનભાઇ ચૌહાણએ જે અરજી અને ફરિયાદો આપી છે. તેમાં તેમણે લખ્યું હતું કે, આ 7056940650 નંબરથી ઉપરથી ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારે સામેથી ધમકી આપનાર વ્યક્તિ હિન્દીમાં વાત કરતો હતો. , સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવેલા ગેંગમાંથી વાત કરું છું. તેમાં જણાવ્યું હતું અને ત્યારબાદ તેમણે whatsapp ઉપર પણ મેસેજ કર્યો હતો. હાલ આ મામલે વરાછા પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ , અને SOG દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
( ઇનપુટ : જયેન્દ્ર પાંડે , સુરત )