- ઘટના અંગે હજીરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
સુરતના હજીરા વિસ્તારમાં ટ્રકની પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં યુવક 1 કીમી સુધી ખેંચાયો છે. યુવકને હાલ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સુરતમાં અજીબો ગરીબ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. શહેરના હજીરા વિસ્તારમાં મુખ્ય હાઇવે ઉપર એક વ્યક્તિ ટ્રકની પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં ખેંચાયો હોવાની ઘટના સામે આવી છે. આ યુવક એક કિલોમીટર દૂર સુધી રસ્તા પર ઘસાઈ આવ્યો છે. અને દોરડું પણ અર્ધો કિલોમીટર લાંબુ હોવાનું સામે આવ્યું છે. જોકે યુવકને ઘસડાતો જોતા કાર ચાલકે દોરડા પર કારનું ટાયર મૂકી દોરડું કાપી બચાવ્યો છે. હાલ તો યુવક કેવી રીતે દોરડા સાથે બંધાયેલી હાલતમાં ઘસાઈ આવીયો તે જાણી શકાયું નથી. યુવકને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદ વડે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ ઘટના સામે આવતા હજીરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.