- કોઈ જાનહાનિ નહીં
સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પાંડેસરા પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલ આવેલ પ્રયાગરાજ મિલમાં ભીષણ આગ લગતા દોડધામ મચી જવા પામી હતી. હાલ તો ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે આગ એટલી વિકરાળ છેકે, આખા મિલને પોતાની ઝપેટમાં લીધી લઈ લીધી છે. ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.તે સાથે જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તથા આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવી શક્યું નથી. ભારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જો કે કોઈ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગને પગલે પ્રયાગરાજ મિલમાં બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રયાગરાજ મિલને નુકશાન થવા પામ્યું છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)





