સુરતના ડીંડોલી વિસ્તારમાં ઘરની સાફ સફાઈ દરમિયાન બિલ્ડીંગના ત્રીજા માળેથી પટકાતા એક યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું.સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે.
સુરતમાં ગૃહિણીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં ઉમિયા નગર ફ્લેટમાં ભારતીબેન પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ત્રીજા માળે તેઓ બાલ્કનીમા સાફ-સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓએ પોતાનુ સંતુલન ગુમાવ્યું હતુ. અને ત્રીજા માળેથી નીચે પટકાઈ ગયા હતી. ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિકોએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને 108ની ટીમને જાણ કરી હતી. જો કે યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આકસ્મિક ઘટના બનતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે.