Published By:- Bhavika Sasiya
- સેકસ ગુનો નથી, પરંતું જાહેર સ્થળે સેક્સ વર્ક જ ગુનો બને છે: મુંબઇ સેશન્સ કોર્ટે..
- પાછલા કેટલાક વર્ષોથી ભારતમા સેકસ અંગે સમાજ અને કાયદાનો અભિગમ ઝડપથી બદલાઈ રહયો છે. ઍક સમય એવો પણ હતો કે જ્યારે દેશમાં સેક્સ અંગેના અભિગમોને વિશ્વ માં સંકુચિત માનવામાં આવતો હતા.
હાલમાંજ મુંબઇની સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના આદેશને બાજુએ મુકી મેજિસ્ટ્રેટે એવો આદેશ આપ્યો હતો કે સેક્સ ગુનો નથી. પરંતું જાહેર સેકસ વર્ક જ ગુનો બને છે. મુંબઇ એડિશનલ સેશન્સ કોર્ટના જજ સી વી પાટિલે મુલુંડ ના ઍક વેશ્યાંગૃહ માંથી અટકાયત કરવામાં આવેલ મહિલાને નીચલી કોર્ટે શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો પરંતું મુંબઇ સેશન્સ કોર્ટ નીચલી કોર્ટના આદેશને બાજુએ રાખી માત્ર જાહેર સ્થળે સેકસ વર્ક જ ગુનો બને છે એમ જણાવી મહિલાને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.