Published By : Parul Patel
મુળ સૌરાષ્ટ્રના અને હાલ તામિલનાડુમાં રહેતા લોકો માટે “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” યોજાનાર છે. તા. 17એપ્રિલ થી યોજાનાર આ કાર્યક્રમ અંગે તૈયારીઓ ચાલી રહી છે.
આ કાર્યક્રમ અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તામિલનાડુમાં 25 લાખ કરતા વધુ મુળ સૌરાષ્ટ્ર વાસીઓ હાલ તામિલનાડુમાં વસવાટ કરી રહ્યાં છે. તેમ છતાં તેમણે પોતાની મુળ સંસ્કૃતિ હજી અકબંધ રાખી છે. આવા હાલ તામિલનાડુમાં વસતા એવા મુળ સૌરાષ્ટ્ર વાસીઓ માટે ખાસ કાર્યક્રમ તા 17 એપ્રિલના રોજથી સોમનાથ ખાતે શરૂ થનાર છે. જેમા પસંદગી પામેલ મહેમાનોને ખાસ ટ્રેન દ્વારા સોમનાથ લવાશે. તેમજ 15 દિવસના સમય ગાળા દરમિયાન ગુજરાતના વિવિઘ સ્થળોની મુલાકાતે પણ લઈ જવાશે. તેમજ રાજકોટમા બિઝનેસ અને ટેક્ષટાઇલ સેમિનારોનુ પણ આયોજન કરવામાં આવશે.