Published by : Vanshika Gor
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિદ્યાર્થી ભવન નહીં પરંતુ રાજકારણ ભવન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સવાર પડે અને કંઈક નવો વિવાદ લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચર્ચામાં હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્વ સિન્ડીકેટ સભ્ય કલાકાર આચાર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ કલાકાર આચાર્યને યુનિવર્સિટીમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે કલાકાર આચાર્ય દ્વારા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણી અને રજીસ્ટર અમિત પારેખ પર એક કરોડનો બદનક્ષી નો દવાની નોટિસ ફટકારવામાં આવી છે. જેમના પગલે આ પ્રકારની યુનિવર્સિટીએ પગલું લીધું હોય તેવું હાલ લાગી રહ્યું છે.
યુનિવર્સિટી હંમેશા રહે છે ચર્ચામાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવાર પડે અને હંમેશા કોઈનો કોઈ વિવાદ ચાલતો જ હોય છે. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિરોધમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર કલાકાર આચાર્યને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલાકાર આચાર્યનો યુનિવર્સિટીમાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. 23 મી ફેબ્રુઆરીથી કેમ્પસમાં કુલપતિની મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવી છે.