- રીક્ષાઓ બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની અવરજવર માટે ઉપયોગમાં લેવામાં આવતી એક ઇ-રીક્ષામાં ચાર્જિંગ દરમિયાન આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાયાં હતાં. ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાતાં કેવડીયા ગામમાંથી પણ લોકો દોડી આવ્યાં હતાં. સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતું હોવાથી મુસાફરો નહિ હોવાથી આગમાં કોઇ જાનહાનિ થઇ ન થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો. એક વર્ષ પહેલાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇ-રીક્ષાની સેવા શરૂ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતાં પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા માટે ઇ- રીક્ષાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
હાલ 100 જેટલી ઇ-રીક્ષાઓનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. આ તમામ રીક્ષાઓ આદિવાસી મહિલાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે. આખા કેવડીયામાં ઇલેકટ્રીક વાહનો દોડાવવાનું આયોજન છે ત્યારે ઇ-રીક્ષામાં લાગેલી આગે ઇલેકટ્રીક વાહનોની ગુણવત્તા સામે સવાલો ઉભા કરી દીધાં છે.




