Published By : Patel Shital
હાલમાં ભારત દેશ જેટલો સમૃદ્ધ છે એના કરતાં દેશ અનેક ગણો સમૃદ્ધ હતો. વધુ દુર ન જતાં આજથી 500 વર્ષ પહેલા દેશની સમૃદ્ધિ ખુબ જ હતી. રજાઓ પાસે જંગી માત્રામાં સોના-ચાંદીના દાગીના હતા. એટલું જ નહી પરંતુ રાજા રજવાડાઓ જ્યારે પણ ખુશ થતા ત્યારે સોના-ચાંદીના આભૂષણો ભેટ સ્વરૂપે આપતા હતા. આવા દેશ પર અંગ્રેજોનું શાસન આવતાં અંગ્રેજોએ ભારતમાં રીતસરની લૂંટ ચલાવી હતી. એટલુ જ નહી પરંતુ અંગ્રેજો જતાં જતાં પણ ભારતનો ખજાનો લઈ ગયા હતા. હજી પણ ભારતના કીમતી આભૂષણો, હીરા, મોતી બધુ જ અંગ્રેજો પાસે છે. વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત કોહીનુર હીરો, 19 મોટા નીલમણિથી સજજ કમર પટ્ટો, 325.5 કેરેટ રૂબીનો નેકલેસ, 224 કરતા વધુ મોતીઓની માળા અને અસંખ્ય આભૂષણો બ્રિટિશ રોયલ ફેમિલી પાસે છે જે અસલ ભારતની સંપતિ હતા. મળતી માહિતી મુજબ સૌથી વધુ ખજાનો ભારતના દક્ષિણના વિસ્તારોના રજાઓનો હતો. જે હાલ બ્રિટિશ રોયલ ફેમિલી પાસે છે. આ ઉપરાંત દેશના અન્ય રાજવીઓના ખજાનાઓનો મોટો ભાગ પણ હાલમાં બ્રિટનમાં છે.