અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) થોડા સમયથી સ્ક્રીન પર જોવા મળ્યા નથી. આગામી સમય તેમના માટે ખૂબ જ રસપ્રદ છે. તેમની પાસે ‘અદભુત’, ટીકૂ વેડ્સ શેરૂ’, ‘નૂરાની ચહેરા’, ‘જોગીરા સારા રા રા’, ‘અફવા’ અને ‘લક્ષ્મણ લોપેઝ’ સહિત અનેક પ્રોજેક્ટ છે.તેમના આગામી ફિલ્મ પ્રોજેક્ટમાં ‘હડ્ડી’ પણ શામેલ છે. તાજેતરમાં તેમના ફિલ્મનો એક લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. તેમણે પોતાના લુકથી દર્શકોને ઈમ્પ્રેસ કરી દીધા હતા. આ ફોટોમાં તેઓ એક લીલા કલરની સાડીમાં જોવા મળી રહ્યા છે અને બીજા પોસ્ટરમાં તેઓ સિલ્વર ગાઉનમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મ ‘હડ્ડી’માં નવાઝુદ્દીન સિદ્દીકી એક ટ્રાન્સજેન્ડર અને મહિલાની ભૂમિકા ભજવતા જોવા મળશે. તેઓ જણાવે છે કે, આ ફિલ્મના શુટીંગ દરમિયાન તેમણે ટ્રાન્સજેન્ડર વ્યક્તિનું પાત્ર ભજવવા માટે આ સમુદાયના લોકો સાથે સમય પસાર કર્યો છે.

તેમની સાથે સમય પસાર કર્યા બાદ એક નવી દુનિયા વિશે જાણવા મળ્યું છે. તેઓ જણાવે છે કે, ફિલ્મ ‘હડ્ડી’માં તેમણે અનેક ટ્રાન્સજેન્ડર સાથે કામ કર્યું છે. હું 20-25 લોકો સાથે રહ્યો હતો. દુનિયા જોવા માટે તેમનો એક અલગ જ અંદાજ છે, જે ખૂબ જ રસપ્રદ બાબત છે. તેમની જર્ની વિશે ખૂબ જ જાણ્યો છું અને શીખ્યો છું. નવાઝુદ્દીન જણાવે છે કે, કેરિકેચર બનાવવા માટેનો પડકાર બિલ્કુલ નહોતો, પરંતુ તેમના માટે વિશ્વસનીય બનવું તે એક પડકાર હતો. આ અંગે તેમણે વિસ્તારપૂર્વક જાણકારી આપી છે. હું નથી ઈચ્છતો કે હું જે પાત્ર ભજવું છું તે એક કેરિકેચર તરીકે જોવા મળે. હું પાત્રને પોતાનામાં અનુભવવા માંગું છું. આ કારણોસર મેં ટ્રાન્સપર્સન લોકો સાથે રહેવાનો નિર્ણય કર્યો. મારું આ પાત્ર લોકોને પસંદ પડે છે કે નહીં તે જાણવા માટે હું ખૂબ જ ઉત્સુક છું નવાઝુદ્દીન સિદ્દીકી સેક્રેડ ગેમ્સ અને મેકમાફિયાનો ભાગ રહી ચૂક્યા છે. હવે તેમણે અન્ય વેબ સીરિઝમાં કામ કરવાની ના પાડી છે. તેઓ જણાવે છે કે, આ પ્રકારે તેમની ગુણવત્તા ઓછી થઈ ગઈ છે. આ બાબતે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું તેમને ના ગમતા હોય એવા શો ઓફર કરવામાં આવ્યા? હાં, આવે છે, પરંતુ તેમને ના કહેવી તે મારા માટે મુશ્કેલ નથી. હું મારી આગામી ફિલ્મોમાં ખૂબ જ બિઝી છું અને તે માટે આગામી દોઢ વર્ષ આ તમામ પ્રોજેક્ટમાં જ પસાર થશે.