Published by : Rana Kajal
- રૂ.100 કરોડ કરતા વધુની છેતરપીંડીની તપાસ અંગે તપાસ શરૂ…
- રૂ.5 હજાર પોલીસ કર્મીઓની 102 ટીમ દ્વારા ચાલતી તપાસ…
દેશમાં સાઇબર ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. તેમજ અપરાધીઓ સમગ્ર દેશમા સાઇબર છેતરપીંડી કરી રહ્યા છે ત્યારે હરિયાણા પોલીસે રૂ 100 કરોડ કરતા વધુના સાઇબર ક્રાઇમનો પર્દાફાશ કર્યો હતો. જે સમગ્ર દેશમા ફેલાયેલ છે.
હરિયાણા પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ ગુનાના આરોપીઓએ દેશનાં જુદા જુદા વિસ્તારોમાં 28 હજાર કરતા વધુ લોકોને છેતર્યા હોવાનુ જણાયું છે. આરોપીઓએ અનેક બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા કે જેથી પોલીસ તેમનાં સુઘી પહોચી ન શકે. અપરાધીઓ ફેશબુકથી માંડીને અન્ય સોશીયલ મીડીયા દ્વારા બાઈક, કાર, વગેરે અંગે લોભામણી જાહેરાત આપી તેમજ ઘેર બેઠા કામ કરી નાણાં કમાવવાની ઑફર આપવામા આવતી હતી. આરોપીઓ પ્રોસેસ ચાર્જ માટે રકમ મંગાવી છેતરપીંડી કરતા હતા. આરોપીઓએ હાલની તપાસ મુજબ 219 ખાતા સરકારી અને ખાનગી બેંકો માં ખોલાવ્યા હતા. હાલ 5 હજાર જેટલા પોલીસ કર્મીઓ 102 ટીમો બનાવી તપાસ કરી રહ્યા છે