Sunday, September 14, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateહવે કાશ્મીરમાં હોટલ-રિસોર્ટને તાળાં લાગી શકે છે..

હવે કાશ્મીરમાં હોટલ-રિસોર્ટને તાળાં લાગી શકે છે..

  • જમ્મુ-કાશ્મીરમાં નેતાઓની 20 હજાર કરોડની લીઝ રદ, જમીન ખાલી કરવાનું ફરમાન કરાયુ…

તે સાથે હવે ખૂબ નીચા ભાવે વેચાતી જમીનોની રમત વર્ષો બાદ પૂરી થઇ કાશ્મીર જેવા રાજ્યમાં સરકાર હવે લીઝના કાયદાનો ખૂબ કડક અમલ કરવા જઈ રહી છે. તેથી નજીવી કિંમતે જમીનો લીઝ પર લેવા મગનારા ઓનો હવે સમય પૂરો થઈ ગયો છે હવે ઓન લાઈન લીઝની હરાજી કરવામાં આવશે જોકે આ મુદ્દે ખૂબ વીરોધ થઈ રહયો છે.જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ લેન્ડ લીઝ રુલ્સ 2022ને લાગુ કરીને મોટો નિર્ણય લીધો છે. લગભગ 20 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટીવાળી લીઝને રદ કરી દેવાઈ છે. જમ્મુ-કાશ્મીરના રાજકીય પરિવાર ફારુખ અબ્દુલ્લા, અન્ય પાર્ટીના નેતા, પ્રભાવશાળી લોકો અને નાના-મોટા વેપારીઓને તરત જ જમીન ખાલી કરવાનો આદેશ અપાયો છે. સૌથી વધુ અસર ગુલમર્ગ નગર ની હોટલો પર પડવાની આશંકા છે. અહીંના 59માંથી 58 હોટલ-રિસોર્ટને તાળાં લાગી શકે તેવી શક્યતા છે

વધૂ વિગતે જોતા આતંકીઓના અને તેમના હમદર્દીઓએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને લીઝ પર જમીન પચાવી પાડી હતી. લીઝધારકોને ખૂબ જ ઓછી કિંમતે જમીન મળી હતી. હવે લીઝની ઓનલાઇન હરાજી થશે. જૉકે જમ્મુ-કાશ્મીરમાં લીઝ કેવી રીતે મળતી હતી તે અંગે દરેક અજાણ છે. લીઝ ફાળવણીની પ્રક્રિયા વિશે કોર્ટમાં અરજીઓ દાખલ થઇ, પરંતુ કોઇ ફાયદો થયો નથી. દેશના અન્ય ભાગોમાં પણ આ જ રીતે લેન્ડ રુલ્સ લાગુ થશે.જમ્મુ-કાશ્મીરના લીઝ માફિયાઓમાં દરેક રાજકીય પાર્ટીઓ અને ધર્મોના વગ ધરાવતા લોકો સામેલ છે. સરકારી રેકોર્ડ અનુસાર નિમ્ન સંસ્થાઓની લીઝ અવધિ પૂરી થઇ હોવા છતાં કબજો યથાવત્ છે.


પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા – શ્રીનગરના સોનવારમાં પ્રાઇમ લોકેશન પર લગભગ 2 એકરથી વધુ લીઝની જમીન છે. ફારુકના પિતા શેખ અબ્દુલ્લાના નામે કોઠીબાગમાં 1.5 એકર જમીન. 2020માં લીઝ ખતમ, કબજો ચાલુ છે.
રાજ્યના પૂર્વ મંત્રી અને કાશ્મીરી પંડિત નેતા રમન મટ્ટુ – ગુપકાર રોડ પર દોઢ એકર જમીન. લીઝ જુલાઇ 2008માં ખતમ થઇ પરંતુ કબજો બનાવેલો છે.પૂર્વ સીએમ ગુલામ મોહમ્મદના પુત્ર બશીર અહમદ – કોઠીબાગ વિસ્તારમાં એક એકર જમીનની લીઝ છે. 2002માં લીઝ ખતમ થઇ ચૂકી છે.શ્રીનગરની ખ્રિસ્તી મિશનરી ટિંડલ બિસ્કો અને મલિન્સન સોસાયટી – લાલ ચોકની પાસે 4 એકરની લીઝ 2015માં ખતમ થઇ ચૂકી છે પરંતુ સોસાયટીનો કબજો જારી. જમ્મુ-કાશ્મીર ક્રાઇમ બ્રાન્ચની તપાસ પણ ચાલી રહી છે.


રાજબાગ હારકો સિલ્ક ફેકટરી – શ્રીનગરના રાજબાગ ક્ષેત્રમાં 20 એકર જમીનની લીઝ પર ફેક્ટરી સંચાલિત છે.
જમીનના નામ પર અત્યાર સુધી જરૂરિયાતમંદોને ધક્કા શ્રીનગરના એક વેપારી નજીર અહમદનું કહેવું છે કે જે પણ સરકાર અથવા સિસ્ટમની નજીક હતા તેમને જ જમીન લીઝ પર મળતી હતી. ગરીબ અથવા સામાન્ય વ્યક્તિ અથવા કોઇ એવું કે જેમને આવી જમીનની ખરેખર જરૂર છે તેઓને માત્ર ધક્કા જ ખાધા છે.જૉકે જમ્મુ-કાશ્મીર હોટલિયર્સ ક્લબના અધ્યક્ષ મુશ્તાક અહેમદ છાયા કહે છે કે પર્યટકો કાશ્મીર આવી રહ્યા છે અને સરકાર લીઝ છીનવી રહી છે. લગભગ 2 લાખ લોકો રોજગારી ગુમાવશે. બારી બ્રાહ્મણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના અધ્યક્ષ લલિત મહાજનનું કહેવું છે કે લીઝ રદ કરવી અયોગ્ય છે ઉમર અબ્દુલ્લા અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીનું કહેવું છે કે લીઝ રદ કરીને બહારના લોકોને લવાશે. જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું કે લીઝ એ જ હડપી હોવાથી તેઓ વિરોધ કરી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!