Published by : Rana Kajal
- ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગની નાબૂદી માટે તૈયારીની સૂચના…
હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે મચ્છર જન્ય રોગોના દિવસો પણ આવી રહ્યાં છે ત્યારે અત્યારથીજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મચ્છર જન્ય રોગો સામે જરૂરી પગલા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ડેન્ગ્યૂ, ચિકન ગુનિયા, મેલેરિયા સહિતના મચ્છર જન્ય રોગની રિવ્યુ બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર વર્ચયુલી જોડાયા હતા, વરસાદી માહોલમાં વેક્ટર બોન ડિસીઝ નિયંત્રણની તૈયારીઓની કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.આ રોગને નાબૂદ કરવા માટે કેન્દ્રીય મંત્રીએ તમામ રાજ્યોને અનુરોધ કર્યો હતો. બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રીએ કહ્યું કે, રોગના નિયંત્રણ માટે રાજ્યમાં કરાયેલી તૈયારીનો ચિતાર આપ્યો હતો, વરસાદી પાણી ભરાય તેવી હાઈરાઈઝ બિલ્ડિંગ તેમજ મચ્છરના બ્રીડિંગની નાબૂદી માટે ડ્રોન ટેક્નોલોજીની મદદથી દવા છંટકાવ માટે મહેસાણા ખાતેના પાયલોટ પ્રોજેક્ટની વિગતો રજૂ કરી હતી.રાજ્યના આરોગ્ય મંત્રીએ શહેરી વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે 8 મનપાના કમિશનરો સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. મનપાઓમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, શહેરી આરોગ્ય સંસ્થાઓમાં જરૂરી માનવ સંસાધનની પૂર્તિ કરવાનો એક્શન પ્લાન તૈયાર કરવા મંત્રીએ સૂચના આપી હતી. શહેરી વિસ્તારોમાં રસીકરણનો વ્યાપ વધારવા અને વાહક જન્ય તેમજ એપિડેમિક રોગચાળા નિયંત્રણની સત્વરે કાર્યવાહી હાથ ધરવા પણ સૂચનાઓ અપાઈ છે.