Published by : Rana Kajal
પીડિતાના વકીલે જણાવ્યુકે હાઇકોર્ટ મા અપીલ કરીશું…ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાનાં હત્યાના બનાવમાં હાલમા અદાલતે ચુકાદો આપ્યો હતો . જેમા ઍક આરોપી દોષીત જણાતા તેને આજીવન કારાવાસની સજા અને રૂ 40 હજારના દંડની સજા ફટકારવામાં આવી. પરંતું પીડિતાના પરીવારજનો અદાલતના ચુકાદાથી સંતુષ્ઠ નથી એમ તેમના વકીલે જણાવી એમ પણ કહ્યું હતું કે હવે હાઇકોર્ટમા અપીલ કરીશું.હાથરસનો આખો બનાવ શું છે તેની વિગત જોતા વર્ષ 2020ના સપ્ટેમ્બર માસમાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ઍક ગામમા 19વર્ષીય દલીત યુવતી પર અત્યાચાર ગુજારવામા આવ્યો હતો. પીડિતાના નિવેદન પર થી ગુનો નોધવામાં આવ્યો હતો. ત્યાર બાદ સારવાર દરમીયાન પીડિતાનું મોત નિપજ્યું હતું .આ કેસ અંગે હાલમાં અદાલતે ચુકાદો આપ્યો હતો. જેમા ઍક આરોપી સંદિપ સિંહને આજીવન કારાવાસની સજા અને રૂ 40હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.આ બનાવના ચુકાદાથી પીડિતાના પરિવારજનો સંતુષ્ઠ ન હોવાથી હાઇકોર્ટમા અપીલ કરવામાં આવશે તેમ પીડિતાના વકીલે જણાવ્યું હતું.