Published by : Vanshika Gor
હિન્દૂ ધર્મ ની તિથિઓ ને લઇ ને ઘણીવાર લોકો અસમંજસ માં પડી જતા હોય છે. .. કઈ તિથિ માં શું કરવું અને ક્યારે ના કરવું ? અને કેવી રીતે કરવું ? હોલિકા દહન નું પણ કઈક આવુજ છે. હિન્દૂ ધર્મ માં પંચાંગ પ્રમાણે હોલિકા દહન માટે પણ બે તિથિ માં બતાવવામાં આવ્યુ છે ..6 અને 7 માર્ચ ..
જાણીશુ ક્યારે હોલિકા દહન કરવું :
હિન્દૂ પંચાંગ અનુસાર 6 માર્ચ ના રોજ હોલિકા દહન કરવા નું કહું છે . આપણે ફાગણ સુદ પૂનમ ના હોલિકા દહન કરીએ છે. પંચાંગ પ્રમાણે તારીખ 6 માર્ચ ને સોમવારના દિવસે સાંજે 04:18 મિનિટ થી શરૂ થઇ તારીખ 7 માર્ચ ના રોજ સાંજે 6.11 વાગ્યા સુધી પૂનમ છે . હોળી દહન ના નિયમ મુજબ સંધ્યાકાળે હોળી પ્રગટાવવામાં આવે છે. અને એ અનુસાર 7 માર્ચ ના સાંજ સુધી પૂર્ણિમા નો સમય નથી . માટે શાસ્ત્ર પ્રમાણે 6 તારીખે જ હોળી પ્રગટાવી શકાય.
કેમ હોલિકા દહન સંધ્યાકાળે ?
શાસ્ત્રોક્ત રીતે હોળી સંધ્યાકાળે જ પ્રગટાવવી જોઈએ . શાસ્ત્રમાં એક શ્લોક છે જે આપણને સમજાવે છે …
निशागमे प्रपूज्येत
होलिका सर्वदा बुधैः।
न दिवा पूजयेत्
ढुण्ढां पूजिता दुःखदा भवेत् ॥
એનો અર્થ થાય છે :
હોલિકા દહન સંધ્યાકાળે કરવું જોઈએ દિવસમાં હોલિકા દહન અથવા હોલિકા પૂજન ન કરવું.
હોલિકા દહન દરમિયાન કરવાની બાબતો
હોલિકા દહનની પૂજા સમયે મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. આ સાથે 7 વાર હોળિકાની પરિક્રમા કરવી . પરિવારના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવી.
પૌરાણિક મહત્વ
હિન્દૂ ધર્મ ના પુરાણો અનુસાર, રાક્ષસ રાજા હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુ સિવાય અન્ય કોઈને માનતો નથી. હિરણ્યકશ્યપને ગુસ્સો આવતા તેમની બહેન હોલિકાને પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનો આદેશ આપ્યો. હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને નુકસાન પહોંચાડી શકતી નથી. પરંતુ રામ રાખે એને કોણ ચાખે , હોલિકા બળીને રાખ થઈ ગઈ. ભગવાન ના ભક્ત પ્રહલાદને કંઈ થયું નહીં.હોળીનો તહેવાર સંદેશ આપે છે કે ભગવાન પોતાના ભક્તોની રક્ષા માટે હંમેશા હાજર રહે છે.