બોલીવુડમાં ચોકલેટી બોયની ઈમેજ ધરાવતા શાહિદ કપૂર હવે ખુબ જ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરશે. ‘ ફેમિલી મેન’ ના પ્રોડ્યુસર રાજ અને ડી.કે લઈને આવી રહ્યા છે તેમની આગામી થ્રિલર ‘ફર્ઝી’ જેમાં શાહિદ કપૂર જોવા મળશે. આ સિરીઝ ૨૦૨૩ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થાય તેવી સંભાવના છે. ‘ફર્ઝી’માં શાહિદની સાથે સાઉથના લોકપ્રિય અદાકાર વિજય સેતુપતિ પણ જોવા મળશે તો આ ઉપરાંત કે.કે.મેનન, રાશિ ખન્ના, રેજીના કાસાન્દ્રા , ઝાકીર હુસૈન, ભુવન અરોરા તથા અમોલ પાલેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પ્રોડ્યુસર રાજ અને ડી.કે.ની આ પહેલ આવેલી સિરિક્સ ‘ફેમીલીમેન’ ઓટીટી પર ખુબ જ પસંદગી પામેલી સિરીઝ હતી ત્યારે હવે તેઓ જયારે ક્રાઈમ થ્રિલર ‘ફર્ઝી’ લઈને આવી રહ્યા છે ત્યારે તેમના ફેન્સ પણ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
વાત કરીએ શાહિદ કપૂરના હાલના પ્રોજેક્ટ્સ અંગે તો તેઓ હાલ દિનેશ વિજન પ્રોડક્શનની આગામી ફિલ્મના શૂટમાં વ્યસ્ત છે જેમાં તે ક્રિતી સેનોન સાથે જોવા મળશે, આ ફિલ્મ રોબોટિક રોમાન્ટિક કોમેડી છે તેવું માનવામાં આવી રહ્યું છે. શાહિદ કપૂર છેલ્લે મૃણાલ ઠાકુર સાથે ‘જર્સી’ ફિલ્મમાં જોવા મળ્યા હતા, તેને ક્રિટીક્સ દ્વારા વખાણવામાં આવી હતી પણ ઓડિયન્સ તરફથી ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો ત્યારે હવે જયારે તે ઓટીટી પર ડેબ્યુ કરી રહ્યા છે ત્યારે તેમના ફેન્સ તેને કેવો પ્રતિસાદ આપે છે તે તો આવનારો સમય જ જણાવશે.




