Published by : Vanshika Gor
પ્રભાસ અને કૃતિ સેનનની ‘આદિપુરુષ’ ફિલ્મની ટીઝરનું ખરાબ વિઝ્યુઅલ ઈફેક્ટસ તથા સૈફ અલી ખાનના રાવણ તરીકેના લૂક બાબતે ભારે વિવાદોનો ઉભા થયા હતા અને હવે ફિલ્મનું વીએફએક્સ નવું તૈયાર કરાયા બાદ ફિલ્મ આગામી જૂનમાં રીલીઝ કરવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. તેના ભાગ રુપે પ્રભાસના ૫૦ ફૂટ લાંબા બેનર સાથે બાઈક રેલી સહિતનાં આયોજનો થયાં છે.
ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસ ભગવાન રામ અને કૃતિ સેનન માતા સીતાની ભૂમિકામાં છે. ફિલ્મ સર્જકો ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણોદેવીના મંદિરમાં પહોંચ્યા હતા અને ફિલ્મને હવે કોઈ નવું વિઘ્ન ન નડે તે માટે પ્રાર્થના કરી હતી. સાઉથમાં આ ફિલ્મના પ્રમોશન માટે જુદા જ સ્કેલ પર તૈયારી થઈ રહી છે. હૈદરાબાદમાં એક થિયેટરમાં ૫૦ ફૂટનું બેનર મૂકાશે. પ્રભાસનાં ૫૦ ફૂટ લાંબા બેનર સાથે બાઈક પરેડ પણ યોજાશે. આ ઉપરાંત જરુરિયાતમંદો માટે જમણવાર સહિતનતાં આયોજનો છે.