Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વરમાં ગોડાઉનો ભાડે રાખી ધમધમાવાતા ગોરખધંધા સામે ભરૂચ જિલ્લા પોલીસનું માસ સર્ચ...

અંકલેશ્વરમાં ગોડાઉનો ભાડે રાખી ધમધમાવાતા ગોરખધંધા સામે ભરૂચ જિલ્લા પોલીસનું માસ સર્ચ ઓપરેશન…

Published by : Vanshika Gor

  • ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉનોમાં ચાલતી અનઅધિકૃત, ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા માસ કોમ્બિંગ
  • તાજેતરમાં જ 3 થી 4 ગોડાઉનોનો દારૂનો સ્ટોક કરવા તેમજ અન્ય બેનંબરી કામ માટે ઉપયોગ દરોડામાં સામે આવ્યો હતો
  • લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, અંકલેશ્વર GIDC, સિટી, ગ્રામ્ય મળી 8 ટીમો 92 પોલીસ કાફલા સાથે તપાસમાં જોતરાઈ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં તાજેતરમાં જ ગોડાઉનો ભાડે રાખી દારૂનો વેપલો, કેમિકલ સહિતના ગોરખધંધા આચરાતાં હોવાનું ઝડપાયું હતું.બુટલેગરો, બે નંબરીયાઓએ ઔદ્યોગિક વસાહતમાં ગોડાઉનો ભાડે રાખી તેનો ઉપયોગ અસામાજિક અને ગેરકાયદે પ્રવૃતિઓ કરવા શરૂ કરી દીધો હતો.દરેક ગોડાઉન કે શેડ ઉપર નજર રાખવી શક્ય ન હોય આવી ગેરકાયદે, અસામાજિક કે બે નંબરી ચાલતી ગતિવિધિઓ અટકાવવા અને તેને ઝડપી પાડવા આજે શુક્રવારે માસ કોમ્બિંગ હાથ ધરાયુ હતું.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની સૂચનાથી અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ શુક્રવારે સવારે 10 કલાકથી LCB PI ઉત્સવ બારોટ, SOG PI આનંદ ચૌધરી, GIDC PI એ.કે. જાડેજા સહિત સિટી, ગ્રામ્યના 4 અધિકારીઓની રાહબરીમાં ગોડાઉન સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. 8 PSI તેમજ 80 થી વધુ પોલીસ જવાનોના કાફલાએ અંકલેશ્વર GIDC માં એક બાદ એક ગોડાઉનમાં તપાસ કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.સાંજ સુધી ચાલનાર જિલ્લા પોલીસની ટીમોના ગોડાઉન કોમ્બિન્ગ ડ્રાઈવમાં મોટા પાયે અપરાધિક, ગેરકાયદે પ્રવૃતિઓ અને બીજી અનિયમિતતાઓ સામે આવે તેવી હાલ શકયતા સેવાઈ રહી છે. જોકે કોમ્બિગ પૂર્ણ થયા બાદ જ અંકલેશ્વરના ગોડાઉનોમાં ચાલતા ગોરખધંધાનો પાકો ચિઠ્ઠો બહાર આવી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!