Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarઅંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ફીકોમ ચોકડી નજીક ત્રિપલ અકસ્માત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ફીકોમ ચોકડી નજીક ત્રિપલ અકસ્માત

  • ટેન્કર ચાલકે બાઈક બાદ કારને ટક્કર મારતા બેના મોત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ફીકોમ ચોકડી નજીક ટેન્કર ચાલકે બાઈક અને કારને ટક્કર મારતા બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા

અંકલેશ્વર-રાજપીપળા રોડ ગડખોલ વિસ્તારમાં આવેલ ગોપીનાથ સોસાયટીમાં રહેતા અમિતકુમાર જીતેન્દ્ર સિંગના પિતા જીતેન્દ્રસિંગ સૂર્યવલી સિંગ અને તેઓનો સાળો ગતરોજ સાંજના સમયે બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૨૪૮૮ લઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ફીકોમ ચોકડી સ્થિત એમ.જી.કાંટા નજીકથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર-જી.જે.૧૨.ડબ્લ્યુ.૦૭૦૦ના ચાલકે બાઈકને અડફેટે લીધા બાદ અન્ય કારને પણ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઈક સવાર ૫૦ વર્ષીય જીતેન્દ્રસિંગ સૂર્યવલી સિંગનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે સાળો અનુપસીગ શ્રીરામસિંગને ઈજાઓ થતા તેને પ્રથમ અંકલેશ્વર ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જતા માર્ગમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security