- મકાન માલિકે બુમરાણ મચાવતા તસ્કર ફરાર
- ચાંદીના ઘરેણા અને રોકડા ૭ હજારની ચોરી
- ચોરીની ઘટના અંજામ આપી ફરાર થઇ રહેલ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના માનવ મંદિર સ્થિત જૈન દેરાસર પાસે આવેલ મકાનને વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવી ચાંદીના ઘરેણા અને ૭ હજાર રોકડાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના માનવ મંદિર સ્થિત જૈન દેરાસર પાસે રહેતા માધવલાલ પટેલ આજરોજ વહેલી સવારે મકાન બંધ કરી દૂધ લેવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું અને દરવાજો ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં સામાન વેરવિખેર કરી ચાંદીના ઘરેણા અને રોકડા ૭ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે અરજીરૂપી ફરિયાદ નોંધાવી છે ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ રહેલ તસ્કર મકાન પાસે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જી.આઈ.ડી.સી.પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.




