અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ખરોડ નજીક નિર્માણ પામી રહેલ ફ્લાય ઓવરની કામગીરી બંધ રહેતા અંકલેશ્વરથી ખરોડ સુધી ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ બ્રિજની કામગીરી ચાલી રહી છે જેને પગલે હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે જેને લઇ વાહન ચાલકોને યાતનાઓ વેઠવી પડી રહી છે છેલ્લા બેથી ત્રણ દિવસથી ફરી ટ્રાફિકજામની યથાવત જોવા મળી રહી છે ત્યારે આજરોજ સુરત જવાના ટ્રેક ઉપર ભારે ટ્રાફિકજામને પગલે નાના વાહન ચાલકોએ પોતાના વાહનો રોગ સાઈડમાં નાખી દેતા હાઇવે ઉપર બંને ટ્રેક ઉપર ટ્રાફિકજામ સર્જાયું હતું.
નવજીવન હોટલથી ખરોડ સુધી રોંગ સાઈડ ઉપર પણ ટ્રાફિકજામના દ્રશ્યો
હાલ ખરોડ બ્રિજની કામગીરી યેનકેન પ્રકારે બંધ કરવાને પગલે ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું છે સાથે ટેન્ડર પ્રક્રિયા મુજબ ફલાય ઓવરની કામગીરીનો સમય વીતી જવાને પગલે કામ બંધ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરાવી ટ્રાફિકની સમસ્યામાંથી વાહન ચાલકોને મુક્તિ આપવામાં આવે તે અત્યંત જરૂરી છે.