ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ થોડા દિવસો પહેલા તેમનો રૂ. 20,000 કરોડનો FPO રદ કર્યો હતો. હવે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી આ મામલે તેની તપાસ વિશે માહિતી આપશે.
આ મામલાને લગતા બે સૂત્રોએ ન્યૂઝ એજન્સીને આ વાત જણાવી છે. એક સૂત્રએ નામ ન આપવાની શરતે રોઇટર્સને જણાવ્યું હતું કે સેબી બોર્ડ 15 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને મળશે.
સેબી બોર્ડ સીતારમણને અદાણી સાથે સંબંધિત તાજેતરના વિકાસ વિશે પણ જાણ કરશે. ગૌતમ અદાણી 24 જાન્યુઆરીથી સતત ચર્ચામાં છે. 24 જાન્યુઆરીએ અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગે અદાણી પર એક રિપોર્ટ પ્રકાશિત કરીને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.
અદાણી જૂથે આ આરોપોને ફગાવી દીધા હતા. પરંતુ રિપોર્ટ આવ્યા બાદ અદાણીને માર્કેટમાંથી અનેક આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપે અચાનક જ તેનો FPO રદ કરી દીધો હતો.




