Published by : Rana Kajal
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરને કોઈ અલગ ઓળખની જરૂર નથી. 80ના દાયકાથી પોતાના દમદાર અભિનયથી દર્શકોનું મનોરંજન કરી રહેલા અનુપમ ખેરે પોતાની ફિલ્મી કરિયરની 534મી ફિલ્મ સાઈન કરી છે. અનુપમ ખેર ગયા વર્ષની સુપરહિટ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’માં જોવા મળશે. તેમની કારકિર્દીમાં 500થી વધુ ફિલ્મો સાથે અનુપમ ખેરે ઘણા દિગ્ગજ કલાકારોની યાદીમાં તેમનું નામ સામેલ કર્યું છે.

કોવિડ 19 દરમિયાન ભારતમાંથી રસી બનાવવાની ગાથા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’માં બતાવવામાં આવશે. આ ફિલ્મમાં અનુપમ ખેર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. અનુપમ ખેરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ જાણકારી આપી છે. અનુપમ ખેરે કહ્યું કે – હું મારા ફિલ્મી કરિયરની 534મી ફિલ્મની જાહેરાત કરી રહ્યો છું. વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’નું નિર્દેશન કરી રહ્યા છે. આ ખૂબ જ આકર્ષક અને પ્રેરણાદાયક છે. વિવેક અગ્નિહોત્રીની ‘ધ વેક્સીન વોર’ની જાહેરાત થઈ ચૂકી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત અભિનેતા નાના પાટેકર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.





