Home International અમેરિકામાં વાવાઝોડાનો હાહાકાર…

અમેરિકામાં વાવાઝોડાનો હાહાકાર…

0

વિશ્વમાં અવારનવાર વાવાઝોડા વિનાશ સર્જે છે. હાલમાં જ અમેરિકામાં વાવાઝોડું ફૂકાતાં ખુબ મોટું આર્થિક નુકશાન થયું હતુ. અમેરિકાનો દક્ષિણ પુર્વ વિસ્તાર વાવાઝોડાનાં પગલે તબાહ થઈ ગયો છે શુક્રવાર તા 30 સપ્ટેમ્બર બાદ આ વાવાઝોડું સાઉથ કોરોલીના તરફ આગળ વધી રહ્યુ છે. ઈયાન વાવાઝોડાની તીવ્રતા એટલી છે કે દરિયા માથી બોટ લોકોના ઘરમાં ઘુસી ગઇ હતી. વિમાનો પણ ખાડીઓમાં પડી ગયા હતા. મોબાઇલ સેવા ઠપ થઈ જવાથી લોકોનો સંપર્ક તુટી ગયો હતો. જૉકે ફ્લોરિડામાં સતત રેસ્કયુ કામગીરી ચાલી રહી છે ફ્લોરિડાના 18 લાખ કરતા વધુ લોકો ઈયાન વાવાઝોડાથી અસર પામ્યા હતા તો અમેરિકાને અત્યાર સુધીમાં ઇયાન વાવાઝોડાંના પગલે 260 અબજ ડોલરથી વધુ નુકસાન થયુ હોવાનો અંદાજ મૂકવામાં આવી રહયો છે. તો બીજી બાજુ 25 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે જણાવ્યુ કે 700 કરતા વધુ ટીમો બચાવ અભિયાન કરી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version