Published By : Aarti Machhi
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેના ગગનયાન મિશનને લોન્ચ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. ઈસરોએ તેના ગગનયાન મિશન હેઠળ ચાર અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. આ સ્પેશિયલ સ્પેસ મિશન માટે એર સર્વિસના ચાર પાઈલટની પસંદગી કરવામાં આવી છે, જેમાં શુભાંશુ શુક્લા, પ્રશાંત નાયર, અજીત કૃષ્ણન અને અંગદ પ્રતાપના નામ સામેલ છે. આમાંથી એકને અવકાશની સફર પર મોકલવામાં આવશે. આવી સ્થિતિમાં આ ચાર અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં જવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. ઈસરોએ તેનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગગનયાન મિશન માટે પસંદ કરાયેલ ભારતીય હવાઈ સેવાના પાઇલટ્સ તાલીમ લઈ રહ્યા છે.