Published by : Rana Kajal
હવે રેડિયો શહેરી વિસ્તારોમાં ભાગ્યેજ કોઈ ઘરમા જોવા મળે છે…કારમાં એફ એમ રેડિયો હજી સાંભળવા મળે છે.એક સમય એવો હતો કે જ્યારે લોકો રેડિયોના કાર્યક્રમોના પ્રસારણ સમય પરથી પોતાની કાંડા ઘડિયાળનો સમય મેચ કરતા..હવે…રેડિયો યુગ કેટલાક ગ્રામ્ય વિસ્તારો પૂરતો સીમિત રહયો છે જ્યારે કાંડા ઘડિયાળની ટેવ પણ લોકોની છૂટતી જાય છે…
હવે જ્યારે ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી રહ્યો હવે જૂની પેઢીના લોકો ગ્રામ્ય વિસ્તારમા રેડિયોનો ઉપયોગ કરતા જણાય છે. રેડિયોનો પણ સુવર્ણયુગ હતો. એટલુ જ નહિ પરંતુ રેડિયો અને તેપણ પાછો ખ્યાતિ પ્રાપ્ત કંપનીનો રેડિયો હોવો સ્ટેટસ સિમ્બોલ ગણાતુ હતું. રેડિયો એકમાત્ર મનોરંજન- માહિતીનું સાધન હતો.
અત્યારના આાધુનિક જમાનામાં ટીવી, મોબાઇલ, ટેબલેટ સહિત અનેક પ્રકારના મનોરંજનના સાધનો છે. પરંતુ એક જેવો જમાનો હતો જ્યારે મનોરંજન માટે એક માત્ર સાધન રેડીયો જ હતો. પહેલાના સમયમાં મનોરંજન અને આકાશવાણી માટે રેડીયો સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હતો. વાસ્તવમાં, રેડિયો એ જનસંચારનું એકમાત્ર માધ્યમ છે. જેના દ્વારા અત્યાર સુાધી અસંખ્ય લોકો સુાધી સંદેશા પહોંચાડવામાં આવ્યા છે. ખાસ કરીને ગામડાઓ, નગરો અને એવા સ્થળોએ રહેતા લોકો માટે જ્યાં અન્ય કોઈ સંદેશાવ્યવહારના માધ્યમો સુાધી પહોંચવું સરળ નાથી. આજે પણ આ સ્થળોએ રેડિયો સંદેશાવ્યવહારનું મુખ્ય માધ્યમ છે. ત્યારે દર વર્ષે ૧૩ ફેબુ્રઆરીના દિવસે ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઉજવાયે છે. સેટેલાઇટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે, શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વાતંત્રતા, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી કાર્યોમાં રેડિયોની ભૂમિકા અદભૂત રહી છે. જેને લોકો સમક્ષ લઈ જવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલીવાર ૧૩ ફેબ્આરી ૨૦૧૨ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઊજવ્યો અને ત્યારબાદ દર વર્ષે ૧૩ ફેબુ્રઆરીના રોજ રેડીયો દિવસની ઉજવણી શરૂ થઈ હતી, એક સમય હતો જ્યારે આપણાં જીવનમાં રેડિયાનું ઘણું મહત્વ હતું. માહિતી અને સંચાર, ગીતોના માધ્યમાથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો. પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયાનો પહેલાં જેવો ઉપયોગ નાથી થઈ રહ્યો, તેમ છતાં રેડિયાનું મહત્વ આજે પણ ઓછું નાથી થયું. વહેલી સવારે સુરજની કિરણ પડતા પહેલા ગામડાઓમાં પ્રભાતિયા લોકોને જગાડતા અને જે રેડિયો પર વાગતા, ગાયનો હોય કે ભજનો, સમાચાર હોય કે ક્રિકેટ મેચ રેડિયો જ યાદ આવે. અને રેડિયો કોમેન્ટેટરનો પણ જમાનો હતો, આ તમામ બાબતો કેમ યાદ આવે છે કારણ કે આજના વધુ ઈલેક્ટ્રોનિક ઉપકરણો વચ્ચે ક્યાંક ને ક્યાંક જુની પેઢી આજે પણ રેડીયાનો ઉપયોગ કરે છે.આજે પણ એવા ઘણાં ગામડા છે જ્યાં મનોરંજન માટે ટીવી અને રેડિયો છે. જેમાં વડીલ લોકો ટીવી કરતા રેડિયો વધુ પસંદ કરે છે, જેમાં નાં લાઈટોનું ટેન્શન કે ના સિગનલનું, એક જમાને રેડિયોનો ભારે દબદબો હતો. રેડિયોએ ઘર પરિવારની સમૃદ્ધિ સામર્થ્ય દર્શાવતું ઉત્તમ ઉપકરણ હતું. જે લોકો ટ્રાન્જિસ્ટર રેડિયો લઈને જાનમાં વરરાજા સાથે જતા એ જાનની શોભા બેવડાઈ જતી હતી. પરંતુ આજના આાધુનિક અને ઝડપી યુગમાં રેડિયાની એ મજા મરી પરવારી છે.




