વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ નો અંત નહિ થાય ત્યા સુધી શાંતિ થી બેસીશું નહિ તેમણે વધુમાં જણાવ્યું હતું કેટલાક દેશોની નીતિ આતંકવાદને સમર્થનની છે, વિશ્વએ આવા દેશો સામે એક થવું જોઈએ એમ પણ વડાપ્રધાને જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર તા.18 નવેમ્બરના રોજ દિલ્હીમાં ટેરર ફંડિંગ રોકવા માટે ‘નો મની ફોર ટેરર’ (NMFT) કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તાજ હોટલ ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ કાર્યક્રમમાં 75 દેશોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે આતંકવાદને ખતમ કરવા માટે વ્યાપક, અને સક્રિય પ્રતિભાવની જરૂર છે. જો આપણે ઈચ્છીએ છીએ કે આપણા દેશના નાગરિકો સુરક્ષિત રહે, તો આતંકવાદને આપણા ઘરમાં ઘૂસવાની રાહ જોઈ શકીએ નહીં. આ માટે પગલાં લેવા પડશે.આતંકવાદ મુદ્દે મોદીએ પાકિસ્તાન અને ચીનની આકરી ટીકા કરી હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે આતંકવાદનું સમર્થન કરનારાઓ સામે વિશ્વ એક થાય એ જરુરી છે. મોદીએ કહ્યું, ‘આવા સંગઠનો અને વ્યક્તિઓ, જેઓ આતંકવાદ પ્રત્યે સહાનુભૂતિ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને પણ સંપૂર્ણપણે અલગ કરી દેવા જોઈએ. આવા કિસ્સાઓમાં કોઈ કારણ ન હોવુ જોઈએ. આતંકવાદ ખુલ્લેઆમ અને છુપાઈને કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વએ તેની સામે એક થવું પડશે તેમજ યુદ્ધની ગેરહાજરીનો અર્થ એ નથી થતો કે ચારેબાજુ શાંતિ છે.
તેમણે કહ્યું, જો આતંકવાદને આપવામાં આવી રહેલા આર્થિક સમર્થનને નુકસાન નહીં થાય, તો આતંકવાદ સામે આપણે અત્યાર સુધી જે વ્યૂહરચનામાં સિદ્ધિ મેળવી છે તે ટૂંક સમયમાં નકામી થઈ જશે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ બિલકુલ ન સમજવું જોઈએ કે જો યુદ્ધ નથી થઈ રહ્યું તો શાંતિ છે. પ્રોક્સી યુદ્ધો પણ ખતરનાક અને હિંસક છે. સાથેજ વડા પ્રધાન મોદીએ ચેતવણી આપી હતી કે ‘તમામ રાષ્ટ્રને પોતાની સિસ્ટમ બનાવવાનો અધિકાર છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું પડશે કે ઉગ્રવાદી તત્વો સિસ્ટમમાં રહેલા મતભેદોનો ફાયદો ઉઠાવે છે. જેઓ ઉગ્રવાદને સમર્થન આપે છે તેમને કોઈપણ દેશમાં સમર્થન મળવું જોઈએ નહી અને બંદૂકો અને ડ્રગ્સમાંથી કમાયેલા પૈસા આતંકવાદમાં જાય છે.
તેમણે કહ્યું, ‘ઓર્ગનાઈઝ્ડ ક્રાઇમ ટેરર ફંડિંગનો સ્ત્રોત છે. જેને લઈ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગેંગના આતંકવાદ સાથે ઊંડા સંબંધો છે. બંદૂકો, ડ્રગ્સ અને દાણચોરી દ્વારા કમાતા નાણાંને આતંકવાદની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આતંકવાદ સામે ઓર્ગનાઈઝ્ડ ક્રાઇમ સામેની લડાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથેજ વડાપ્રધાને જણાવ્યું કે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવે ત્યાં સુધી આપણો દેશ શાંતિથી બેસે નહીં. આતંકવાદનો પ્રભાવ ગરીબ અને લોકલ અર્થવ્યવસ્થા પર પડે છે. તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવવો પડશે. એમ પણ તેમણે જણાવ્યું હતું
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.આ કોન્ફરન્સમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓએ ભાગ લીધો ન હતો. તેમજ, ચીનના આગમન પર હજુ પણ સસ્પેન્સ છે.આ કોન્ફરન્સ 18 થી 19 નવેમ્બર સુધી ચાલશે.ગુરુવારે દિલ્હીમાં કોન્ફરન્સની માહિતી આપવામાં આવી હતી. NIA ના DG એ કહ્યું હતું કે ટેરર ફંડિંગ રોકવા માટે આ કોન્ફરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે.ગુરુવારે દિલ્હીમાં કોન્ફરન્સની માહિતી આપવામાં આવી હતી. NIA ના DG એ કહ્યું હતું કે ટેરર ફંડિંગ રોકવા માટે આ કોન્ફરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અમારી પાસે આતંકવાદીઓને ફંડિંગના પુરાવા છે – દિનકર ગુપ્તા
આ કોન્ફરન્સનું આયોજન NIA દ્વારા કરવામાં આવી રહ્યું છે. NIA ના DG દિનકર ગુપ્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે આતંકવાદીઓને ટેરર ફંડિંગ રોકવા માટે આ કોન્ફરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ખાલિસ્તાની અને કાશ્મીર આતંકવાદીઓને ફંડિંગ મળી રહ્યું છે. અમારી પાસે આના પુરાવા છે. NIA આ દિશામાં કામ કરી રહી છે. આ કોન્ફરન્સમાં આ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ કોન્ફરન્સને આતંકવાદીઓની કમર તોડવાના મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.




