આમોદ પોલીસે માતર એક્સપ્રેસ હાઇવે ઉપરથી પીકઅપ ગાડીમાંથી ૬ પશુઓને મુક્ત કરાવી બે ઇસમોને રૂપિયા ૩.૮૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
કરજણ તાલુકાના સાંપા ગામથી ભરૂચના માતર તરફ પીકઅપ ગાડી નંબર-જી.જે.૦૬.એ.એક્સ.૩૪૭૮નો ચાલક આવી રહ્યો છે અને ગાડીનું બાઈક નંબર-જી.જે.૧૬.બી.પી.૨૪૭૯નો સવાર પાઇલોટીંગ કરે છે જેવી બાતમીના આધારે આમોદ પોલીસે માતર એક્સપ્રેસ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળા વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી પીકઅપ ગાડીમાં તપાસ કરતા તેમાંથી ૬ પશુ વંશ મળી આવ્યા હતા પોલીસે પશુઓને મુક્ત કરાવ્યા હતા અને બે વાહનો મળી કુલ ૩.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કરજણ તાલુકાના સાંપા ગામ રહેતો નાજીર મકબુલ મલેક તેમજ સિરાજ ઈસ્માઈલ આદમ ખુટાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.




