Home BOLLYWOOD આલિયા ભટ્ટે ‘નાટૂ-નાટૂ’ સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ...

આલિયા ભટ્ટે ‘નાટૂ-નાટૂ’ સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો…

0

Published by : Vanshika Gor

સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ‘આરઆરઆર’નું સોંગ ‘નાટૂ-નાટૂ’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યું છે. ઓસ્કર 2023માં સોંગ ‘નાટૂ-નાટૂ’ને બેસ્ટ ઓરિજનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. આ સોંગને ઘણા એવોર્ડ્સ મળ્યા છે. સોંગ ‘નાટૂ નાટૂ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ પણ મળ્યો હતો. હાલમાં જ હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં પણ નાટૂ-નાટૂને બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો છે. ઓસ્કાર 2023 પહેલા ફિલ્મ માટે આ એક મોટી સિદ્ધિ છે.

હવે ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટનો એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં આલિયા ભટ્ટ ખુલ્લા પગે નાટૂ-નાટૂ સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો હાલમાં યોજાયેલા ZEE સિને એવોર્ડ્સ 2023નો છે. આ અવસર પર અભિનેત્રીએ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની સોંગ ‘ઢોલિડા’ અને ફિલ્મ ‘આરઆરઆર’ સોંગ ‘નાટૂ-નાટૂ’ પર જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં અભિનેત્રીની એનર્જી જોવા લાયક છે. તેના જોરદાર ડાન્સને જોઇને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. આલિયા ભટ્ટ આગામી સમયમાં કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. જેમાં તેની સાથે રણવીર સિંહ, શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version