ગૂજરાત રાજયના અમદાવાદના એસજી હાઇવે પર સદાય કર્મચારીઓથી ધમધમતા ઓરેવા હાઉસ પર હાલ તાળા જણાઈ રહયા છે તાજેતરમાં મોરબીના ઝુલતો પૂલ તૂટવાની દુર્ઘટનામાં સત્તાવાર 134 લોકોના મોત થયા હતા. ઝુલતા પુલના મેઇન્ટેનન્સ અને તેને ચલાવવાની જવાબદારી મોરબી નગરપાલિકા અને કલેક્ટર દ્વારા એગ્રીમેન્ટ કરીને ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી. આવી મોટી ઘટના બન્યા બાદ પણ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ હજી સુધી સામે આવ્યા નથી. અમદાવાદના એસજી હાઇવે ઉપર થલતેજ પાસે ઓરેવા હાઉસ આવેલું છે. આ ઓરેવા હાઉસ પર તપાસ કરતા ઓરેવા હાઉસ બંધ હાલતમાં જોવા મળ્યુ હતુ. તેની સાથે સાથે બોપલ પાસે આવેલા મણિપુર ગામમાં આવેલા ઓરેવા ફાર્મ હાઉસ પર પણ કોઇ જણાયુ ન હતુ.
ઍક સમયે સદા ધમધમતા ઓરેવા હાઉસ પર મોરબી હોનારત બાદ સન્નાટો…
RELATED ARTICLES




