કચ્છ જિલ્લાના અતિવ્યસ્ત રહેતા મુદ્રા બંદર પરથી ફરીથી એક વાર પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપાયો છે. DRI દ્વારા શંકાસ્પદ કંટેનરની તપાસ કરીને પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. હાલના ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં DRI દ્વારા કુલ રૂપિયા 135 કરોડની સિગારેટ ઝડપી લેવામાં આવી છે. આ વર્ષ દરમિયાન પ્રતિબંધિત સિગરેટનો 5મો મોટો જથ્થો ઝડપાયો છે.
ગત તારીખ 12 ઓગસ્ટના રોજ પણ મુદ્રા પોર્ટ પર વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો છે. DRIની કાર્યવાહીમાં વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો. માહિતી મુજબ વિદેશી બ્રાન્ડની 85.50 લાખ સિગારેટ મળી આવી છે. જેની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 17 કરોડ રૂપિયા છે. હાલ પોલીસે આ વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.