Home News Update Nation Update શિંદે સરકારે ખેડૂતોને આપી દિવાળી ભેટ…..

શિંદે સરકારે ખેડૂતોને આપી દિવાળી ભેટ…..

0
  • ખેડૂતોનું 964 કરોડનું દેવું માફ કર્યું…

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાછા ફરતા વરસાદને કારણે પાકને સંપૂર્ણ નુકસાન થયું હતું. જે પગલે એકનાથ સિંદેએ ગુરુવારે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં  જમીન વિકાસ બેંકોમાંથી લોન લેનાર ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.આમ મહારાષ્ટ્ર સરકાર દ્વારા 964 કરોડ 15 લાખની લોન માફ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકીય અને સામાજિક આંદોલનોમાં ભાગ લેવા માટે 30 જૂન 2022 પછી નોંધાયેલ કેસ પાછો ખેંચવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજકીય અને સામાજિક આંદોલનોમાં ભાગ લેવા માટે 30 જૂન 2022 પછી નોંધાયેલ કેસ પાછો ખેંચવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા અજિત પવાર, MNS વડા રાજ ઠાકરે રાજ્યમાં કુદરતી આફત જાહેર કરવાની સતત માગણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં શિંદે-ફડણવીસ સરકારે કરેલી આ જાહેરાતથી ખેડૂતોને મોટી રાહત મળી છે.

મુખ્યમંત્રી શિંદેએ માહિતી આપી હતી કે 7 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 2.5 હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ રીતે આ યોજનામાં 964 કરોડ 15 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત જે ખેડૂતોએ 2017 થી 2020 સુધી નિયમિત લોનની ચૂકવણી કરી છે તેમને મહાત્મા ફૂલે કિસાન યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીના પ્રોત્સાહન લાભો આપવામાં આવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version