Home News Update Nation Update કર્મચારીઓ માટે મહત્વનું…

કર્મચારીઓ માટે મહત્વનું…

0

Published By:-Bhavika Sasiya

  • પીએફમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા સરળ બની: દાવો વારંવાર રદ નહીં કરી શકાય…
  • બીમારી હોય કે સામાજીક કાર્યો હોય કે અન્ય કામ હોય ત્યારે કર્મચારીઓને પીએફ ફડ માંથી નાણાંની જરૂર પડતી હોય છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ પીએફ ખાતામાંથી ધન ઉપાડની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. હવે ક્ષેત્રિય કાર્યાલય રોકડના ઉપાડનાં દાવાઓને એકથી વધુ વાર ફગાવી નહીં શકે, સાથે સાથે દાવાઓનો નિર્ધારીત સમયમાં નિકાલ કરવો પડશે. આ મામલે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેના પર સંગઠને જાણકારી મેળવી છે. ક્ષેત્રીય કાર્યાલયોને નિર્દેશ જાહેર કરીને એ નિશ્ચીત કરવાનું કહ્યું છે કે ઉપાડના દાવા પર ઝડપથી કામ કરવામાં આવે. એક જ દાવાને અનેક આધારે ફગાવી ન દેવામાં આવે દરેક દાવાને પહેલીવારમાં જ પુરી રીતે તપાસવામાં આવે. જો દાવાને ફગાવવામાં આવે તો તેનું સ્પષ્ટ કારણ કર્મચારી સભ્યને બતાવવામાં આવે. ઈપીએફઓના 6 કરોડથી વધુ સભ્યો છે. પીએફ ખાતામાં જમા રકમને આંશીક રીતે કે પુરી રીતે ઉપાડી શકાય છે. જયારે કર્મચારી સેવા નિવૃત થઈ જાય છે કે સતત બે મહિનાથી વધુ સમય બેરોજગાર રહે છે ત્યારે પુરા પૈસા ઉપાડી શકાય છે.જયારે ઈમરજન્સી સારવાર, લગ્ન, હોમલોનનું પેમેન્ટ જેવી પરિસ્થિતિમાં પણ આંશીક ઉપાડની મંજુરી હોય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version