Home Cricket કિવિઝે લંકાને હરાવતા ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું, ઓસ્ટ્રેલિયા સામે...

કિવિઝે લંકાને હરાવતા ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું, ઓસ્ટ્રેલિયા સામે થશે મુકાબલો..

0

Published by : Vanshika Gor

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. તેનું કારણ એ છે કે, ન્યૂઝીલેન્ડે બે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાને ક્રાઈસ્ટચર્ચ ખાતે 2 વિકેટે હરાવ્યું છે. હવે શ્રીલંકા બીજી ટેસ્ટ જીતે તો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સાઇકલના પોઈન્ટ્સ પર્સન્ટેજમાં ભારતથી આગળ નીકળી શકે એમ નથી. તેથી ઓસ્ટ્રેલિયા બાદ ભારત ફાઇનલમાં સ્થાન મેળવનાર બીજી ટીમ બની છે.

ક્યારે છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7થી 11 જૂન દરમિયાન ધ ઓવલ, લંડન ખાતે રમાશે. આ ફાઇનલ માટે 12 જૂનનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝન છે. પ્રથમ સાઇકલની ફાઇનલમાં સાઉથહેમ્પટન ખાતે ભારતને 8 વિકેટે હરાવીને ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન બન્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version