Published by : Rana Kajal
આજે તા 31જાન્યુઆરીના રોજ ગુજરાત રાજયના DGP આશિષ ભાટીયાનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. હવે નવા DGP કોણ? તે અંગે વિવિઘ અટકળો ચાલી રહી છે. ગુજરાતમાં નવા DGPના તરીકે અનેક નામોની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આજે રાજ્યના નવા પોલીસ વડાના નામની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા પાંચ નામ પંસદ કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ નામો કેન્દ્ર રસકારમાં મોકલવામાં આવ્યા હતા. આ અગાઉ ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની વય નિવૃત્તિ બાદ સરકાર દ્વારા તેમનો કાર્યકાળ લંબાવાયો હતો. આ પહેલા તેમનો કાર્યકાળ તા 31મેના રોજ પૂર્ણ થવાનો હતો પણ તેમનો કાર્યકાળ લંબાવવાના ગુજરાત સરકારના પ્રસ્તાવ પર સ્વિકૃતિ મળતાં આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો હતો. આશિષ ભાટિયાની 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમના નામમાંથી આજે રાજ્યના પોલીસ વડા તરીકે જાહેરાત થઈ શકે છે