Published by : Vanshika Gor
ગુજરાતમાં GPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જાહેર સેવા આયોગ દ્વારા 2, 9 અને 16 રોજ યોજાના મુખ્ય પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 9 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજના પરીક્ષાને કારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. 9 એપ્રિલે GPSCની પરીક્ષા મોકૂફ રહેશે. 2 ,9 અને 16 રોજ યોજાનારી મુખ્ય પરીક્ષા મોકૂફ જાહેરાત કરાઈ છએ. પંચાયત સેવા પસંદગીની પરીક્ષાના કારણે GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ હોવાનું જણાવાયું છે. 9 એપ્રિલે પંચાયત સેવા પસંદગીની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાહેર પરીક્ષા બિલ ગઈકાલે વિધાનસભામાં પાસ થઈ ગયું છે. બજેટ સત્ર દરમિયાન પેપરલીક સામેનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. સુધારા સાથે વિધેયક વિધાનસભામાં પાસ કરાયું છે. કોંગ્રેસની માગ બાદ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકમાં સુધારો કરાયો છે. બિલની ચર્ચા સમયે જ પરીક્ષા વિધેયક 2023માં સુધારો કરવામાં આવ્યો. મહત્વનું છે કે, ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકમાં સુધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી મામલે હવે આખરી સત્તા બોર્ડ અને યુનિવર્સિટી પાસે રહેશે. કોંગ્રેસની રજૂઆત બાદ સરકારે સુધારો કર્યો છે.




