Published by : Rana Kajal
95માં એકેડેમી એવોર્ડમાં શોર્ટ લીસ્ટ થયેલી ભારતની સત્તાવાર એન્ટ્રી ફિલ્મ – છેલ્લો શોની સ્ક્રીપ્ટને ઓસ્કાર એવોર્ડ્સની લાઇબ્રેરીએ તેમના કાયમી કોર કલેક્શન માટે પસંદ કરી છે. નિર્માતાઓ- મોનસૂન ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સને આ બાબતે તેમણે જાણ કરી હતી.
ઓસ્કાર એકેડેમીની માર્ગરેટ હેરિક લાઇબ્રેરીએ વિશ્વ-પ્રસિદ્ધ, બિન-પ્રસારિત સંદર્ભ અને સંશોધનનો સંગ્રહ છે, જે મોશન પિક્ચરના ઇતિહાસ અને વિકાસનું કામ કરે છે. 1928 માં સ્થપાયેલ બેવર્લી હિલ્સ, હોલીવુડમાં સ્થિત, આ લાઇબ્રેરી સાર્વજનિક છે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ, રીસર્ચરો અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકો અને ફિલ્મ રસિકો કરતા હોય છે.
લાસ્ટ ફિલ્મ શોની 80-પાનાની સ્ક્રિપ્ટ જેને ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર ઉપયોગમાં લેવાઈ હતી, મૂળ કાઠિયાવાડની વાત દર્શાવતી લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટ પાન નલિન દ્વારા લખવામાં આવી છે. પાન નલિનની લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) 95મા એકેડેમી એવોર્ડમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે શોર્ટ લિસ્ટ કરાયેલી પંદર ફિલ્મોમાંની એક છે. 21 વર્ષમાં આ પહેલી ભારતીય ફિલ્મ છે જેને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.




