મુખ્યમંત્રી પદના ચહેરા
ભૂપેન્દ્રભાઈ પટેલ
ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. જો ભાજપ ચૂંટણી જીતમાં સફળ થાય છે, તો ભૂપેન્દ્રભાઈ પટેલ ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. 2017માં પણ આવું જ થયું હતું. તે સમય પણ ચૂંટણીથી 15 મહિના પહેલા વિજયભાઈ રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતાં. તેમના નેતૃત્વમાં ચૂંટણી થઈ અને પક્ષે જીત્યા બાદ તેમને ફરીથી સીએમ બનાવવામાં આવ્યાં હતાં.
જગદીશભાઈ મોતીજી ઠાકોર
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશભાઈ કોંગ્રેસની તરફથી સીએમ પદની રેસમાં છે. જોકે, અત્યારે પક્ષમાં કોઈપણ નામનું એલાન નથી કર્યું. જગદીશભાઈ ઉપરાંત સાંસદ શક્તિ સિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી તેમજ કેટલાક અન્ય નેતા પણ આ દોડમાં છે.
ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ સીએમ પદની રેસમાં છે. જો આમ આદમી પાર્ટીને જીત મળે છે તો ગોપાલ ઈટાલિયા પક્ષ તરફથી મુખ્યમંત્રી બની શકે છે. ગોપાલ ઈટાલિયા આ હાલમાં ખૂબ વિવાદમાં છે. તેમણે પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો, જે બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી
ચૂંટણી પ્રચારના મુખ્ય ચહેરા
નરેન્દ્ર મોદી
2014 પછી ચૂંટણી ક્યાંય પણ હોય ભાજપ માટે ચહેરો વડાપ્રધાન મોદી જ હોય છે. ગુજરાતમાં તો ભાજપ માટે સૌથી મોટો ચહેરો પીએમ મોદીનો જ છે. મોદી 12 વર્ષથી પણ વધારે સમય સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મોદીએ ચૂંટણીની જાહેરાત પહેલા જ રેલીઓ કરી રહ્યા છે. જોકે, હાલમાં તેઓ સરકારી યોજનાઓનો શુભારંભ અને પાયો નાખી રહ્યા છે.
અમિત શાહ
પીએમ મોદી બાદ ગુજરાત ચૂંટણીમાં ભાજપ માટે બીજો સૌથી મોટો ચહેરો ગૃહમંત્રી અમિત શાહનો છે. અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી સાંસદ છે. ગુજરાતના જ નિવાસી છે અને રાષ્ટ્રીય રાજકારણમાં આવતા પહેલા તેમનું સંપૂર્ણ ધ્યાન ગુજરાત પર જ કેન્દ્રિત રહ્યું છે.
અરવિંદ કેજરીવાલ
પંજાબમાં આમ આદમી પાર્ટીને જીત મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું મનોબળ ઘણું વધી ગયું છે. આ જ કારણ છે કે તેમણે આ વખતે પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં પડકાર ફેંક્યો છે. આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં મુખ્ય ચહેરો છે.
પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. ગુજરાત ચૂંટણી દરમિયાન પણ તે યાત્રા પર રહેશે. એવામાં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચારનો સૌથી મોટો ચહેરો પ્રિયંકા ગાંધી હશે. પ્રિયંકા રાજ્યના ચૂંટણી પ્રચારમાં સક્રિય ભૂમિકામાં જોવા મળશે. આની સાથે જ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની પહેલી પરીક્ષા ગુજરાત અને હિમાચલ ચૂંટણીમાં જ થવાની છે.
ચૂંટણીમાં વિપક્ષના મોટા મુદ્દા
ખેડૂત
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદો પરત લીધા છતાં વિપક્ષ ખેડૂતાના મુદ્દા પર સરકારને ઘેરતી રહે છે. ગુજરાતમાં પણ આ મોટો મુદ્દો બની રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કરજ માફ કરી રહી છે પરંતુ ખેડૂત ના નહીં. આને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરવામાં લાગી છે.
બેરોજગારી
બેરોજગારીના મુદ્દો પણ વિપક્ષ ચૂંટણી પ્રચાર દમિયાન સખત ઉઠાવશે. યુવાઓમાં રોજગારની ઓછી તકના કારણે અસંતોષની વાતો પણ ગુજરાતમાં સતત થતી રહે છે. ભરતી પરીક્ષાઓમાં વિલંબનો મુદ્દો પણ ચૂંટણી દરમિયાન ભારે પડી શકે છે
મોંઘવારી
આ વખતે રાષ્ટ્રીય સ્તર પર મોંઘવારીનો મુદ્દો હાવી રહ્યો છે. તેની અસર ગુજરાત ચૂંટણીમાં પણ જોવા મળશે. અત્યારે વિપક્ષી દળોના નેતા મોંઘવારી પર સરકારને ઘેરવામાં લાગ્યા છે. પેટ્રોલ, ડીજલના ભાવ, શાકભાજી અને ખાદ્ય વસ્તુઓની મોંઘવારીને લઈને પણ સરકાર નિશાન પર છે.
ભ્રષ્ટાચાર
શક્ય છે કે ભ્રષ્ટાચાર પણ આ ચૂંટણીમાં મોટો મુદ્દો બની શકે છે. રાજ્યમાં જે રીતે રિનોવેશનના પાંચ જ દિવસમાં મોરબી ખાતે ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. અને 150 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અનેક પરિવારોનો માળો વિંખાયો હતો. આ મુદ્દો પણ આ ચૂંટણીમાં ખાસ ચર્ચાસ્પદ રહી શકે છે. અને સામાન્ય જનતા પણ આ મુદ્દાને જલ્દી વિસરી શકે તેમ નથી.
સત્તાધારી ભાજપનો શું છે મુદ્દો?
ભાજપે વિકાસ, રાષ્ટ્ર સુરક્ષા, સામાન્ય પ્રજાની અનુકૂળતા, ગરીબ-ખેડૂતોને મજબૂત બનાવવાના મુદ્દા પર ચૂંટણી મેદાન પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ભાજપ દરેક જગ્યાએ તેમના વિકાસ કાર્યોની ગણતરી કરી રહી છે. એમ્સ, આઈઆઈટી જેવા રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓને બનાવવાની વાત કરી રહી છે. હાઈવે, પુલ, અંડર બ્રિજ, ટનલ, મેટ્રો જેવા અન્ય કાર્યોને જણાવીને લોકોથી ભાજપના પક્ષમાં મતદાન કરવાની વિંનતી કરી રહી છે.




