જમ્મુ અને કશ્મીર વિસ્તારm આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો હતો જેમાં સુરક્ષા દળોને બાંદીપોરા રોડ નજીક અહસ્ટિંગો વિસ્તારમાંથી એક IED મળી આવ્યો હતો. એવી ચોંકાવનારી માહીતી સપાટી પર આવી રહી છે કે આતંકવાદીઓએ સુરક્ષા દળોને ટારગેટ બનાવવા માટે આ IED વિસ્ફોટકને પ્લાન્ટ કર્યો હતો. જેથી જ્યારે ભારતીય જવાનો આ માર્ગ પરથી પસાર થાય ત્યારે વિસ્ફોટ કરી શકાય. જો કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું અને IED શોધી કાઢ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ IEDને ડિફ્યુઝ કર્યો હતો.જૉકે આ પહેલીવાર નથી જ્યારે આતંકવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હોય, પરંતુ આ અગાઉ પણ આતંકવાદીઓ સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આવા કાવતરા કરી ચૂક્યા છે…
તાજેતરમાં ગત બુધવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં સુરક્ષા દળોને જંગલમાંથી એક બેગમાં રાખેલા ત્રણ IED વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ રીતે સુરક્ષા દળોએ સતર્કતા દાખવી આતંકવાદીઓના સંભવિત વિસ્ફોટના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતુ. તેમજ આતંકવાદીઓની બેગમાંથી ત્રણ પુલના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેગમાંથી વિસ્ફોટકો સિવાય ત્રણ પુલના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા, જેનાથી એવું લાગે છે કે આ પુલ આતંકવાદીઓના નિશાન પર હતા. તેમણે કહ્યું કે, સેના અને પોલીસની ટીમને બુધવારે મોડી રાત્રે આ બેગ ગૂલ સબ- ડિવિઝનના સાંગલદાનના બશારા-ધરમ જંગલોમાંથી મળી આવી હતી. જેમાં વિસ્ફોટકોના છ પેકેટ, 49 કારતૂસ, એક-એક સેફ્ટી ફ્યુઝ, બેટરી અને ડિટોનેટર અને 20 મીટર લાંબો વાયર પણ હતો. તે સાથે કઠુઆમાંથી પણ ત્રણ IED, સ્ટીકી બોમ્બ જપ્ત કરવામાં આવી હતી. આ પહેલા 8 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ત્રણ IED અને સ્ટીકી બોમ્બ મળી આવ્યા હતા. જમ્મુ ક્ષેત્રના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે જણાવ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદ ના એક આતંકીની 2 ઓક્ટોબરે કઠુઆમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ બાદ આ સામગ્રીઓ મળી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બિલાવર ગામનો આતંકવાદી ઝાકિર હુસૈન ભટ ઉર્ફે ઉમર ફારૂક વિવિધ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા પાકિસ્તાનથી સક્રિય જૈશ-એ-મોહમ્મદની સાથે સંપર્કમાં હતો અને તેને જમ્મુ ક્ષેત્રમાં હુમલો કરવા માટે IED અને સ્ટીકી બોમ્બનું એક કન્સાઈનમેન્ટ મળ્યું હતું.