Published by : Rana Kajal
લગ્ન કર્યાં વિના લીલા લહેર કરનારા અને ત્યારબાદ કરુણ બનાવોને અંજામ આપનારા પર લગામ આવશે…શ્રદ્ધા હત્યા કાંડ અને ત્યારબાદના આવી હત્યાના પ્રકરણો બાદ સમાજ જાગ્યો…મુક્ત જીવનના પગલે લગ્ન જેવા બંધનો જોખમમાં સાથે જીવ પણ જોખમમાં…લિવ ઈન રિલેશનશીપનુ રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા સુપ્રિમ કોર્ટમાં માંગ કરતી જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. હાલમાં શ્રધ્ધા હત્યાકાંડ અને ત્યારબાદ એવી જ કરપીણ હત્યાનાં વધતા જતા બનાવોના પગલે લિવ ઈન રિલેશનશીપના રજીસ્ટ્રેશન અંગે માંગ ઉભી થઈ છે.

દેશના વિવિધ વિસ્તારોમાં હાલના સમયમાં લિવ ઇન રિલેશન શીપમા રહેવા અંગેનાં અને ત્યાર બાદ થોડાજ મહિનાઓમાં જવાબદારી વગરના જલસા કરી યુવતીની ક્રૂર હત્યા કરવામાં આવતી હોય તેવા બનાવો વધી રહ્યા છે. શ્રધ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી મૂકયો હતો. પરંતું લિવ ઈન રિલેશનશીપ મા રહેતા જવાબદારી વગરના તમામ સુખોનો ભોગવતા પુરુષો દ્વારા શ્રધ્ધા હત્યાકાંડ જેવી અન્ય હત્યા બની હતી. ઍક પછી ઍક બનતી આવી ધટનાના પગલે સભ્ય સમાજ હચ મચી ઉઠ્યો છે. સાથે જ લિવ ઈન રિલેશનશીપ માં યુવતીને સગા સંબંધીઓ અને સમાજનુ બેકિંગ હોતું નથી. તેથી યુવતી દિવસેને દિવસે મનોબળ ગુમાવતી જાય છે અને આખરે હત્યા જેવા બનાવોમાં યુવતીનો ભોગ લેવાય છે. હત્યા બાદ યુવતીના શરીરના અનેક ટુકડા કરવામા આવે છે તે જોતા પુરુષે યુવતીને દિલ થી ચાહી હોય તેવું જણાતું નથી. તયારે આવી નિર્મમ હત્યાના બનાવો પર રોક લગાવવા લિવ ઈન રિલેશનશીપના રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવા સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે.




