Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBusinessજાન્યુઆરી, 2022 કરતા જાન્યુઆરી 2023માં જીએસટી કલેક્શનમાં  24 ટકા વધારો...

જાન્યુઆરી, 2022 કરતા જાન્યુઆરી 2023માં જીએસટી કલેક્શનમાં  24 ટકા વધારો…

Published by : Rana Kajal

જાન્યુઆરી ૨૦૨૩ મહિનાનું  સાંજે પાંચ વાગ્યા સુધીનું જીએસટી કલેક્શન ૧,૫૫,૯૨૨ કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ, ૨૦૨૨માં ૧.૬૮ લાખ કરોડ રૂપિયા પછીનું બીજું સૌથી મોટું કલેક્શન નોંધવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ત્રીજી વખત જીએસટી કલેક્શન ૧.૫૦ લાખ કરોડને પાર થયું છે. ગયા સમાન ગાળાના સરખામણીમાં જીએસટી કલેક્શનમાં ૨૪ ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૪૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.સાંજે પાંચ વાગ્યા સુધી નોંધવામાં આવેલ ૧,૫૫,૯૨૨ કરોડ રૂપિયાના જીએસટી કલેક્શનમાં ૨૮,૯૬૩ કરોડ રૂપિયા સીજીએસટી, ૩૬,૭૩૦ કરોડ રૂપિયા એસજીએસટી અને ૭૯,૫૯૯ કરોડ રૂપિયા આઇજીએસટી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર, ૨૦૨૨ સુધીના ત્રીજા કવાર્ટરમાં કુલ ૨.૪૨ કરોડ જીએસટી રિટર્ન ભરવામાં આવ્યા હતાં. ગયા વર્ષના સમાન ગાળામાં જીએસટી રિટર્નની સંખ્યા ૨.૧૯ કરોડ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!