Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchDevotionalજાપની માળામાં 108 મણકા જ કેમ હોય છે?

જાપની માળામાં 108 મણકા જ કેમ હોય છે?

Published by : Anu Shukla

સૌથી પહેલા ધાર્મિક કારણ જાણાવીએ તો જાપની માળા માટે વિભિન્ન ગ્રહો, નક્ષત્રો અને રાશિઓની ગણના કરીને મણકાની સંખ્યા નક્કી કરવામાં આવી છે. એટલે કે 12 રાશિઓ 9 ગ્રહો સાથે જોડાય છે. જો 12 અને 9 નો ગુણાકાર કરીએ તો 108 અંક મળે છે.

ધર્મ શાસ્ત્રોમાં માળા કરવીએ શુભ માનવામાં આવે છે. માળાના મણકા ગણવાની સાથે-સાથે જાપ કરવામાં આવે તો મન ઇશ્વરમાં બંધાઇ જાય છે. તમે ધ્યાન કરવા માટે માળા લો છો પરંતુ દરેક માળામાં 108 મણકા કે, 108 મોતી હોય છે પણ મણકાની સંખ્યા 108 જ કેમ..? એ સવાલ તમારા મગજમાં આવ્યો છે ખરા? ત્યારે આજે આ સવાલનો જવાબ અમે તમને આપીશું.

સૌથી પહેલા ધાર્મિકકારણ જાણાવીએ તો જાપની માળા માટે વિભિન્ન ગ્રહો, નક્ષત્રો અને રાશિઓની ગણના કરીને મણકાની સંખ્યા નક્કી કરવામાં આવી છે. એટલે કે 12 રાશિઓ 9 ગ્રહો સાથે જોડાય છે. જો 12 અને 9 નો ગુણાકાર કરીએ તો 108 અંક મળે છે. જે સંપૂર્ણ જગતની ગતિનું પ્રતિનિધિત્વ કરે છે. હવે બીજી વાત જણાવીએ તો એક માન્યતા અનુસાર ભારતીય ઋષિઓ દ્વારા શોધ કરવામાં આવેલા 27 નક્ષત્ર છે. જેમાં એક નક્ષત્રમાં 4 ચરણ હોય છે. એટલે કે 27 અને 4 ગુણાંક પણ 108 થાય છે. જે ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

આ સિવાય સૂર્ય એક વર્ષ દરમિયાન ૨૧, ૬૦૦ રંગ દેખાડે છે અને વર્ષમાં બે વખત પોતાની સ્થિતિ પણ બદલે છે. આના કારણે છ માસ ઉતરાયણ અને 6 માસ દક્ષિણાયન કહેવાય છે. એટલે કે, છ માસ દરમિયાન ૧૦, ૮૦૦ વખત સૂર્ય પોતાની રીતે ચમકે છે ત્યારે જાણકારોના મતે આ ૧૦,૮૦૦ના છેલ્લા બે શૂન્ય હટાવીને ૧૦૮નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આના કારણે જ જાણકારો એવું કહેતા હોય છે કે ૧૦૮ મણકાની બનેલી માળા સૂર્યની એક એક કળાનું પ્રતિક છે.

આ બધી માન્યતાઓમાંથી સત્ય શું છે તે કહેવું મુશ્કેલ છે પણ કહેવાય છે કે, 108ની સંખ્યા ખૂબ જ શક્તિશાળી છે. તેના દ્વારા જીવ સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ, ઈશ્વરના દર્શન સહિત ઈચ્છીત ફળ મેળવી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security