Published by : Vanshika Gor
- કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો
બોલિવૂડ અભિનેત્રી જિયા ખાનના આત્મહત્યા કેસમાં અભિનેતા સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. લગભગ 10 વર્ષ બાદ CBIની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે. સૂરજ પર જીયાને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ હતો. જિયા ખાને પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.
બોલિવૂડ અભિનેત્રી જિયા ખાન 3 જૂન, 2013ના રોજ જુહુ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ સમાચારે આખા દેશને હેરાન કરી નાખ્યો હતા . તે સમયે જિયા માત્ર 25 વર્ષની હતી તેના આવા અચાનક સુસાઇડ કરી લેવાથી બૉલીવુડમાં માતમ છવાઈ ગયો હતો.જ્યારે જિયાએ આત્મહત્યા કરી ત્યારે અભિનેત્રી તે સમયે સૂરજ પંચોલીને ડેટ કરી રહી હતી. તેણીનું મૃત્યુ પહેલા થી j રહસ્યમય જ રહ્યું હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ કેસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવતી ગઈ. કેસ ફેડરલ એજન્સીને સોંપવામાં આવ્યો હતો. જિયાની માતા રાબિયા અમીને અભિનેત્રીની આત્મહત્યા માટે સૂરજને જવાબદાર ગણાવ્યો હતો, જ્યારે સૂરજે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.જીયા ખાનનો મૃતદેહ તેની માતા રાબિયાને 3 જૂન, 2013ના રોજ સવારે 10:45 કલાકે મળ્યો હતો. અભિનેત્રીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન સૂરજ પંચોલી સહિત ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
7 જૂન, 2013 ના રોજ, જિયાના રૂમમાંથી 6 પાનાનો એક પત્ર મળ્યો હતો, જેમાં તેણે સૂરજ સાથેના તેના સંબંધો વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જિયાએ લખ્યું હતું કે તેમનો સંબંધ શારીરિક ત્રાસ, માનસિક અત્યાચાર હેઠળ પસાર થઈ રહ્યો છે.પણ 10 વર્ષ પછી પણ આ રહસ્ય હજુ રહસ્ય જ છે. કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. તો હવે પોલીસ માટે એ સવાલ છે કે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર અપરાધી કોણ?