Home News Update Entertainment 1950ના દાયકાની મોડેલ હોલિવૂડ એકટ્રેસ  એલિઝાબેથ ટેલર…સંપત્તિવાન, જાજરમાન, લક્ઝુરિયસ લાઈફ જીવન જીવનારા...

1950ના દાયકાની મોડેલ હોલિવૂડ એકટ્રેસ  એલિઝાબેથ ટેલર…સંપત્તિવાન, જાજરમાન, લક્ઝુરિયસ લાઈફ જીવન જીવનારા વ્યક્તિ તરીકે ચર્ચામાં રહેનાર એલિઝાબેથ ટેલરે 8 લગ્ન અને 7 છુટાછેડા લીધા હતા…

0

Published By : Parul Patel

એલિઝાબેથ ટેલરની ગણના હોલિવૂડમાં બેસ્ટ એકટ્રેસમાં થતી હતી. 1950ના દાયકામાં તેમણે  પોતાની એક્ટિંગ પ્રતિભાથી  બે ઓસ્કર એવોર્ડ જીત્યા હતા. તેઓ પોતાની પર્સનલ લાઈફ  અને લક્ઝુરિયસ લાઈફ  માટે હંમેશા ચર્ચામાં રહેતા. એલિઝાબેથ હોલિવૂડમાં વધુ કમાણી કરનાર એકટ્રેસ હતા. તેઓ હંમેશા સેટ પર મોડા જ પહોંચતા. 9 વર્ષની ઉંમરે અભિનયમાં જોડાનાર એલિઝાબેથને નાનપણથી કરોડરજ્જુની બીમારી હતી. એલિઝાબેથને “બટર 8 (1961) અને હું ઇઝ અફરેડ ઓફ વર્જિનિયા વુલ્ફ (1967) માટે બેસ્ટ એકટ્રેસના ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા.

એલિઝાબેથ પાસે 7 કરોડની સંપત્તિ હતી. આ સાથે તેમને ઘરેણાંનો ખુબજ શોખ હતો, તેમની પાસે  સૌથી મોટું 1200 કરોડ જ્વેલરીનું પોતાનું આગવું કલેકશન હતું. પરફ્યુમના શોખના લીધે પ્રેરણા મળી અને પર્ફ્યૂમ બ્રાન્ડ લોન્ચ  કરી. જેમાંથી તેમને 8000 કરોડથી વધારે  કમાણી કરી હતી. એલિઝાબેથે તેમની સમગ્ર અભિનય કારકિર્દી કરતાં તેમના પર્ફ્યૂમ લોન્ચથી વધુ કમાણી કરી.

એલિઝાબેથ ટેલરે 8 વખત લગ્ન અને 7 વખત છૂટાછેડા લીધા. જેની ચર્ચામાં હંમેશા રહ્યા હતા, તેણીના બીજા પતિથી 2 પુત્રો અને ત્રીજા પતિ, ફિલ્મ નિર્માતા હતા જેનાથી તેને 1 પુત્રી હતી. આ સાથે તેણીએ જર્મનીની બે વર્ષની છોકરીને પણ દત્તક લીધી. આમ એલિઝાબેથને 4 બાળકો હતા. તેણીની સૌથી વધુ વેચાતી પરફ્યુમની આવક તેણીની મનપસંદ એઇડ્સ ચેરિટીઓને દાનમાં આપવામાં આવતા તેના નસીબનો મોટો ભાગ તેના ચાર બાળકોને જશે. તેમનાં ડિઝાઇનર કપડાં અને એસેસરીઝ 45 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

વર્ષ 2000માં એલિઝાબેથ ટેલરને, રાની એલિઝાબેથ દ્વારા સામાજિક કાર્ય માટે ડેમ કંમાન્ડર નું બિરુદ આપવામાં આવ્યું હતું. એલિઝાબેથ તેમના છેલ્લા જીવન દરમ્યાન કાળમાં અનેક રોગો થી પીડિત હતા.  ઘણી બોમારીથી ઘેરાયેલા હોવાથી તેમને પેઇનકિલર્સ અને વધુ પડતો દારૂ પીવાનું શરૂ કર્યું. 2011 માં હોસ્પિટલમાં 6 અઠવાડિયા માટે દાખલ કરવામાં આવ્યા, સારવાર બાદ 23 માર્ચ 2011ના રોજ 79 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. હા, પણ… તેમના અંતિમ સમયે, પોતાની ટેવ મુજબ મોતના સમયે પણ તેઓએ મોડા જ જવાની તેમની છેલ્લી ઈચ્છા જાહેર કરી અને એ પ્રમાણે તેમની અંતિમ વિધિ 15 મિનિટ મોડી કરવામાં આવી.

એલિઝાબેથ ટેલરનો જન્મ 27 ફેબ્રુઆરી 1932ના રોજ લંડનમાં થયો હતો. જયારે બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે તેઓ માતા-પિતા સાથે લંડનથી કેલિફોર્નિયા સ્થાયી થયા હતા. તેમને પોતાના આકર્ષક દેખાવ અને વાદળી આંખોના લીધે યુનિવર્સલ પિક્ચર્સ અને મેટ્રો-ગોલ્ડવિન-મેયર માટે એક જ સમયે કોન્ટ્રાક્ટ મળ્યો હતો. એલિઝાબેથ MGM સ્ટુડિયોમાં સ્ટાર બની ગયા પણ બાળપણ છીનવાઈ ગયું…

હોલિવૂડ ટાયકૂન હોવર્ડ હ્યુજીસ એ પત્ની બનવાના બદલામાં કરોડોની ઓફર કરી,  પરંતુ એલિઝાબેથે પોતે જ આ ઓફરને નકારી કાઢી હતી. લેરી ફોર્ટેન્સકીને તેમના છેલ્લા પતિ હતા,  એલિઝાબેથે પોતાની વસિયતમાં લેરી માટે $8 મિલિયન (લગભગ 7 કરોડ) છોડ્યા હતા.

એલિઝાબેથ તેમના છેલ્લા સમય સુધી એક વૈભવી જીવન જીવ્યા…કોઈપણ પ્રસંગને  ગંભીરતાથી લીધો ન હતાં.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version